ક્રિક્રેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોનીએ શરુ કર્યું પશુપાલન – વિવિધ પ્રજાતિની 60 જેટલી ગાયોનો કરી રહ્યાં છે ઉછેર

Share post

ક્રિક્રેટ જગતમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ તો સૌ કોઈ જાણતા જ હશે. થોડા સમય પહેલાં જ એણે આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. હાલમાં ધોનીને લઈ એક જાણકારી સામે આવી રહી છે. ક્રિકેટમાં ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા પછી મહેન્દ્રસિંહ ધોની હાલમાં ખેતીમાં પણ હેલિકોપ્ટર શોટ ફટકારી રહ્યો છે. કુલ 3 વર્ષ અગાઉ ધોનીએ ધુર્વા સ્થિત સેમ્બો ફાર્મહાઉસમાં ડેરીની શરૂઆત કરી હતી. હાલમાં અહીં મોટી સંખ્યામાં શાકભાજીનું પણ વાવેતર કરી રહ્યો છે.

દૂધનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. ‘ઈઝા ફાર્મ’ નામની બ્રાંડથી આ ઉત્પાદનોનું વેચાણ થઈ રહ્યું છે. હાલમાં ધોનીના ફાર્મનાં ઓર્ગેનિગ ટામેટાં તથા દૂધનું વેચાણ શરૂ થયું હતું. ધોનીના ધુર્વા સ્થિત ફાર્મહાઉસની ઓર્ગેનિક શાકભાજી માર્કેટમાં મળવા લાગી છે. હજી બજારમાં માત્ર ટામેટાં તથા દૂધનું જ વેચાણ થઈ રહ્યું છે. માર્કેટમાં ટામેટાં કુલ 40 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. કુલ 80 કિલો ટામેટાંમાંથી કુલ 71 કિલો ટામેટાંનું વેચાણ થઈ ગયું છે.

કુલ 20 દિવસ પછી ઓર્ગેનિક કોબીજ, ફ્લાવર, વટાણામાં પણ માર્કેટમાં આવી જશે. ધોનીના આ ફાર્મમાં સ્ટ્રોબેરી તથા બ્રોકલીની પણ ખેતી થઈ રહી છે. માહીના ફાર્મમાં ઉગાડવામાં આવેલ શાકભાજીનાં માર્કેટિંગની જવાબદારી શિવનંદન નામની એક વ્યક્તિ સંભાળી રહી છે. શિવનંદને જણાવ્યું હતું કે, ધોનીએ થોડા દિવસ અગાઉ મને મળવા માટે બોલાવીને કહ્યું હતું કે, ફાર્મમાં શાકભાજી તથા દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. એનું માર્કેટિંગ કરવાનું છે.

ત્યારપછી એગ્રિમેન્ટ કર્યાં બાદ શાકભાજીનું વેચાણ શરૂ થઈ ગયું હતું. શિવનંદને જણાવ્યું હતું કે, દૂધ કુલ 55 રૂપિયે લિટર વેચાઈ રહ્યું છે. એમાં કોઈપણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી. પંજાબથી કુલ 60 ગાય લાવવામાં આવી હતી. જર્સી તેમજ શહવાલ પ્રજાતિની ગાયનું દૂધ માર્કેટમાં વેચાઈ રહ્યું છે. હાલમાં અપર બજાર, લાલપુર, વર્ધમાન કંપાઉન્ડમાં વેચાણ થઈ રહ્યું છે.

આની ઉપરાંત પી. પી. કંપાઉન્ડમાં પણ ટૂંક સમયમાં કાઉન્ટર ખોલવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, ધોનીએ પોતાના ફાર્મહાઉસ માટે કડકનાથ મૂર્ગાનાં બચ્ચાં પણ મંગાવ્યાં હતાં. હાલમાં અંદાજે 2,000 બચ્ચાં માહીનાં ફાર્મમાં ઊછરી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post