fbpx
Mon. May 27th, 2019

આખા ગુજરાતના કેળાના ઉત્પાદન જેટલું ઉત્પાદન કરે છે માત્ર ભરૂચ જિલ્લાના આ ચાર ગામ…

દુનિયામાં સૌથી વધુ ન્યુટ્રિશનથી ભરપૂર ફળ એટલે કેળા છે. આ કેળાની ખેતી ભારતમાં મોટા પાયે કરવામાં આવે છે. કેળાનો પાક રોકડિયા પાકની શ્રેણીમાં આવે છે. દુનિયામાં સૌથી વધુ પૌષ્ટિક આહાર મા ખવાતુ ફળ એટલે કેળા. આપણો દેશ વિશ્વભરમાં કેળાની નિકાસ કરે છે, તો આપણું ગુજરાત પણ કેમ પાછું પડે!!

ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં કેળાની ખેતી મોટાપાયે થાય છે, ત્યારે આજે એક એવા ખેડૂતની વાત અમે કરી રહ્યા છીએ ,કે જેણે પોતાની બુદ્ધિથી વિદેશી પદ્ધતિ અને ખાતરથી કેળાનું તો એવું ઉત્પાદન કર્યું છે કે તેની આસપાસના ચાર ગામ મળીને જેટલું ઉત્પાદન કરે છે તેટલું ઉત્પાદન આખા ગુજરાતના ખેડૂતો માંડ માંડ કરી શકે છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ પાસે આવતા પાણેથા ગામમાં ખેતી કરતા ધીરેન્દ્ર ભાઈ દેસાઈ સાથેની વાતચીતમાં તેમની સફળતાની ચાવી શું છે તે જાણવા મળ્યું. આજે અમે પણ તમને કેળાની ખેતી માં જે રીતે સુધારા-વધારા કરીને તેમને સફળતા મેળવી તેમાંથી આપને પણ કોઈ પ્રેરણા મળે તેવો અમારો પ્રયત્ન રહેશે.

ધીરેન્દ્રભાઈ દેસાઈ એ ખેડૂત ક્લબ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અને ૨૨ એકર જમીનમાં ખેતી કરીએ છીએ અને 26 મહિનાના સમયગાળામાં ત્રણ વખત કેળાનો પાક લઈએ છીએ. અમને દેશમાં સૌથી વધુ ઉત્પાદન કરવા માટે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા એવોર્ડ પણ એનાયત કરાયેલા છે. અમારી સફળતાનો પૂર્ણ શ્રેય ટીશ્યુ ટેકનોલોજી અને ડ્રીપ ઇરીગેશન ને જાય છે. આ માટેની તાલીમ અમને રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા પણ આપવામાં આવી હતી.

અમે જ્યારથી ટીશ્યુ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી કરવાની શરૂ કરી છે ત્યારથી અમારા નસીબના દ્વાર ખુલી ગયા છે. એક વખતના વાવણી કર્યા બાદ ત્રણ વાર પાક લઈ શકાય છે. અને એ પણ માત્ર ૨૬ મહિનામાં અમને પ્રથમ દસ મહિનાના પાકમાં એક એકર ઓછામાં ઓછા 30 નો ઉતારો મળે છે એ પછીના બીજા દસ મહિનામાં ૨૦ થી ૨૫ ટન નો ઉતારો મળે છે અને ત્રીજી વખત ની ૨૬ થી ૨૮ મહિનાની કાપણી બાદ અમને ૧૮ ટન કેળા નુ ઉત્પાદન મળે છે. એક જ કેળ પર ત્રણ ત્રણ વાર અમે પાક ઉતારીએ છીએ અને એ પણ એક્સપોર્ટ ક્વોલિટીના કેળા .આ કેળા નો અમે એક્સપોર્ટ પણ કરીએ છીએ.

ધીરેન્દ્રભાઈ વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે , ટેકનોલોજીથી એક જ ઘરમાં અમને અઢીથી ત્રણ લાખની આવક થાય છે એમાંથી ખર્ચ બાદ કરવાનો અને ટિશયું ટેકનોલોજી સિવાય વિદેશી ખાતર અમે ઈઝરાયલથી મંગાવીએ છીએ અને આ ખાતરના ઉપયોગથી મબલખ ઉત્પાદન મળે છે આ ખાતર માટે અમને સરકાર તરફથી 27 હજાર રૂપિયા જેટલી સબસિડી પણ મળે છે.

 

ધીરેન્દ્ર ભાઈને વિવિધ સંગઠનો અને સરકાર દ્વારા અનેક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. દેશનો સર્વોચ્ચ એવોર્ડ આઇફા પ્રોગ્રેસિવ ફાર્મર એવોર્ડ એનાયત થયો છે. પ્રતિ એકમ સૌથી વધુ ઉત્પાદન કરવા માટે ધીરેન્દ્ર ભાઈને 2017 નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય ધીરેન્દ્ર ભાઈ ને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય તરફથી ખેડૂતોની આવક ડબલ કરવા માટે ની કોન્ફરન્સમાં પણ આમંત્રિત કરીને સન્માનવામાં આવ્યા હતા. આ સિવાય સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર થી પણ નવાજીને ગુજરાત સરકારે ધીરેન્દ્ર ભાઈની કોઠાસૂઝને નવાજી હતી.

 

ખાનગી સંસ્થાઓ દ્વારા પણ ધીરેન્દ્ર ભાઈને કોઠાસૂઝને સન્માનવામાં આવી હતી. દિલ્હી સ્થિત અમિતસિંઘ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. આ સિવાય ખેડૂત ઉત્સવમાં જિલ્લાકક્ષાના બેસ્ટ ખેડૂત તરીકેના એવોર્ડ પણ ધીરેન્દ્ર ભાઈને મળી ચૂક્યો છે. માત્ર ખેતી જ નહીં પરંતુ ખેતી ખેતીના અનુભવ અને જ્ઞાનને લીધે સ્વદેશ પ્રેમ જાગૃતિ સંસ્થા દ્વારા તેમને એવોર્ડ એનાયત કરાયો છે.

કૃષિ સંશોધન વૈજ્ઞાનિકો પણ ધીરેન્દ્ર ભાઈને મળવા પડાપડી કરતા હોય છે. અમે આપ ખેડૂત મિત્રોને પણ જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી ધીરેન્દ્રભાઈ નો સંપર્ક નંબર આપીશ સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે પ્રાપ્ત થાય તેનો સુંદર જ્ઞાન પણ ધીરેન્દ્રભાઈ ખેડૂત મિત્રોને નિસ્વાર્થ ભાવે આપતા રહે છે. આપ ધીરેન્દ્ર ભાઈનો સંપર્ક 9428687219 પર કરી શકો છો. માર્ગદર્શન માટે બીજા ખેડૂતના પણ પ્રેરણાસ્ત્રોત બની શકે તે હેતુથી આ પોસ્ટ વધુમાં વધુ મિત્રો સુધી શેર કરીને ખેડૂતોને મદદરૂપ થઈએ.

ખેતી સબંધી તમામ માહિતી મેળવતા રહેવા એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો:-
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……