ફિલ્મી દુનિયાના આ દિગ્ગજ સુપરસ્ટાર કોરોના વચ્ચે કરી રહ્યા છે ખેતી, વિડીયો થયો વાયરલ

Share post

જેમ જેમ કોરોનાનાં વ્યાપમાં સતત વધારો થતો જાય છે. આની સાથે-સાથે બોલીવુડ ફિલ્મ જગતમાં ડ્રગ્સ કેસને લઈ કેટલાંક નામો સામે આવી રહ્યાં છે. આની વચ્ચે હાલમાં એક આશ્વર્ય પમાડે એવાં સમાચાર સામે આવી રહ્યાં છે. બોલીવુડનાં પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રને લઈ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ હંમેશાં એમના ફોટા તથા વીડિયો શેર કરીને ચાહકોની સાથે જોડાયેલા રહે છે. આ અભિનેતા તેમના ફાર્મહાઉસ પર ફિલ્મ્સથી દૂર સમય પસાર કરી રહ્યો છે. ધર્મેન્દ્ર ફાર્મહાઉસ પર રહીને હંમેશા સોશિયલ મીડિયા દ્વારા એના ચાહકોની સાથે જોડાયેલા રહે છે.

આની ઉપરાંત ફાર્મમાં ઉગાડવામાં આવતી શાકભાજી અને ફળોની વિડિયો બનાવીને ચાહકોને બતાવે છે. ધર્મેન્દ્ર ફાર્મ હાઉસની આ શૈલીને ઘણાં લોકો પસંદ કરે છે. ધર્મેન્દ્રનાં ફાર્મ હાઉસનો એક થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેમના ફાર્મ હાઉસમાં શાકભાજી તથા ફળો ઉગાડવામાં આવ્યા છે.

આ વીડિયોમાં ધર્મેન્દ્ર ક્યારેક કોબીની સાથે તો ક્યારેક ટામેટાંની સાથે જોવા મળે છે. આ વીડિયો કુલ 42 લાખથી વધારે લોકો દ્વારા જોવામાં આવ્યો છે. હાલમાં જ ધર્મેન્દ્રએ એના ફાર્મ હાઉસની તસવીર શેર કરી છે. ધર્મેન્દ્રના ફાર્મહાઉસમાં ફોટામાં એક અદભૂત નજારો જોવા મળ્યો હતો. અભિનેતાના ફાર્મહાઉસની આસપાસ ગ્રીનરી જોવા મળી હતી.

ધર્મેન્દ્રનું અસલી નામ ધરમસિંહ દેઓલ છે. ધર્મેન્દ્રએ પોતાનું નાનપણ સહનેવાલમાં વિતાવ્યું હતું. ધર્મેન્દ્રના પિતા શાળાના મુખ્ય શિક્ષક હતા. ધર્મેન્દ્રએ વર્ષ 1960માં અર્જુન હિંગોરાણીની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ધર્મેન્દ્રને વર્ષ 1970 ના દાયકાના મધ્ય ભાગમાં દુનિયાનાં સૌથી ઉદાર પુરુષોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રને વર્લ્ડ આયર્ન મેન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રની જાણીતી ફિલ્મો ‘સત્યકામ’, ‘ખામોશી’, ‘શોલે’, ‘ક્રોધી’ તથા ‘યાદોં કી બારાત’ શામેલ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

 


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…