માત્ર એક જ ગાયથી પશુપાલનની શરૂઆત કરનાર આ પટેલ મહિલાએ હાંસલ કરી અનોખી સિદ્ધિ

Share post

ગામડામાં મોટાભાગે પશુપાલનનો વ્યવસાય જોવા મળતો હોય છે. પશુપાલનમાંથી દુધાળા પશુ જેમ કે ગાય, ભેંસ વગેરેના દૂધનું વેચાણ કરીને પશુપાલકો મોટી માત્રામાં આવક ઉભી કરતા હોય છે. આવાં જ એક સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં આવેલ ધરમપુર તાલુકામાં કાકડકુવા ગામમાં રહેતા શોભાબેન પટેલે એક ગાયના ઉછેર થકી આજે કુલ 10 ગાય કરીને કાચા ઘરમાંથી કુલ 4 બેડરૂમનું પાકું ઘર બનાવ્યું.

હાલમાં સ્વમાનભેર પોતાનું જીવન જીવી રહ્યા છે. કુલ 4 વીઘા જમીનમાં ખેતી તેમજ ગાયના દૂધ તથા ખેતીવાડીને આવક દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. એમને ગામમાં પશુપાલન વિભાગના કર્મચારીઓ દ્વારા ‘આત્મા પ્રોજેક્ટ પશુ ધન યોજના’ વિશે માહિતી મળી. રાજ્ય સરકાર દ્વારા દુધાળા પશુ લેવા માટે મદદ મળે છે એવું જાણતાં પોતાના પરિવારની માટે વધુ ગાય લેવા નિર્ણય કર્યો.

ગાયોની ખરીદી કરવાં માટે શરૂઆતમાં થોડા પૈસા પોતાની બચત તેમજ સગા સંબંધીઓ પાસેથી ઉધાર કર્યા અને વર્ષ 2017માં હોસ્ટેલ સહિતની કુલ 5 ગાય ખરીદીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માંથી ફૂલ 2.35 લાખની લોન પશુપાલન માટે લીધી. ‘આત્મા પ્રોજેક્ટ પશુધન યોજના’માં જોડાનારને ગાય ખરીદવા માટે વપરાયેલ સંપૂર્ણ નાણાં પાછા મળી ગયા તેમજ લોન ઉપર કુલ 40%  સબસિડી સહાય પણ મળી.પશુપાલનમાં નિપુણતા મેળવી બીજાને માટે પ્રેરણારૂપ બનતા  યોજાયેલ કૃષિ મેળામાં વર્ષ 2018-19 નો ‘બેસ્ટ તાલુકા ફાર્મર આત્મનિર્ભર’ એવોર્ડ પણ મળ્યો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post