સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં આભ ફાટ્યું, 2 કલાક સુધીમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ

Share post

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની સાથે જ આગાહી સાચી પડી હોય તેવી રીતે સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હતુ અને 12 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સુરત, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને નર્મદા, પંચમહાલ, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે.

હાલમાં અરબી સમુદ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે, આ સરક્યુલેશન ઉત્તરોતર થોડું ઉપર તરફ વધીને 6 અને 7 જુલાઈએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચશે, અને સોરાષ્ટ્રનાં ભાગમાં લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. તેમજ લો-પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો- પ્રેશર બનશે, જેથી સૌરાષ્ટ્રનાં ભાગોમાં અતિભારે વરસાદ થતાં 5થી 15 ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે ખંભાળિયામાં 18.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વલસાડ અને કપરાડામાં પોણા 4 ઈંચ, જલાલપોર, ગીર ગઢડા, ગણદેવી, ખાંભામાં 3.5 ઈંચ વરસાદ, કેશોદ અને નવસારીમાં સવા 3 ઈંચ વરસાદ, બગસરા, તલાળા અને ધોરાજીમાં 3 ઈંચ વરસાદ, કાલાવડ, ટંકારા, ધારીમાં પોણા 3 ઈંચ વરસાદ, ચોર્યાસી, રાજુલા, વાલપુર, વાંકાનેર, ઉના, ભિલોડામાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઉમરગામ, સાવરકુંડલા, વેરાવળ, જામજોધપુર, ધ્રોલ, પલસાણા, જાફરાબાદ, કોડિનારમાં સવા 2 ઈંચ અને ખેરગામ, અમરેલી, ચૂડા, સાયલામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદને આગાહી કરી છે. સોમવારે એટલે આજે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે. રવિવારે રાતથી જ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકડવાનું શરૂ થઈ ગયો છે. આગામી બે દિવસ ભારે વરસાદ રહેશે.

પોલીસે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી પડવાના કારણે એક ખેડૂતએ જીવ ગુમાવ્યો હતો જ્યારે એક વ્યક્તિના ડૂબી જવાની આશંકા છે. તે એક પીકઅપ વાનમાં મુસાફરી કરી રહ્યો હતો જે પાણીની તીવ્ર લહેરોમાં વહી ગઈ હતી.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર સવાર થી આઠ વાગ્યા સુધી પોરબંદરના રાણાવાવમાં 152 મીમી, પોરબંદરમાં 120 મીમી, ગીર સોમનાથના સુત્રાપાડામાં 103 મીમી, નવસારીના ચીખલીમાં 99 મીમી, વલસાડના પારડીમાં 98 મીમી વરસાદ થયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post