સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલ ખેડૂતને બતાવ્યો પોતાનો સમર્થક -આ રીતે ખુલ્લી ભાજપની પોલ

Share post

છેલ્લા ઘણાં દિવસથી દેશના ખેડૂતોનું દિલ્હી બોર્ડર પર આક્રમક રીતે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને કારણે અત્યાર સુધીમાં કુલ 20 થી પણ વધારે ખેડૂતોના મોત થઈ ચુક્યા છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલુ છે. આ દરમિયાન ભાજપ દ્વારા એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પંજાબમાં મિનિમમ સપોર્ટ પ્રાઈસથી ખેડુતો ખુશ છે.

ખાસ વાત તો એ છે કે, આ પોસ્ટરમાં ખુશ ખેડૂતની તસવીર પણ લગાવવામાં આવી હતી, તેનું નામ હરપ્રીત સિંહ છે. હરપ્રીતસિંઘ, જેનું પોસ્ટર પંજાબ ભાજપ દ્વારા ખુશ ખેડૂત તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, તે સિંઘુ બોર્ડર પરના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હરપ્રીત સિંહના પોસ્ટરને લઈ હંગામો થયો હતો. ત્યારપછી પંજાબ ભાજપના ફેસબુક પેજ પરથી આ પોસ્ટર ડિલીટ કરી દેવામાં આવી છે.

હરપ્રીત સિંહના જણાવ્યા પ્રમાણે, પંજાબ ભાજપે તેના પોસ્ટરમાં તેમની 7 વર્ષ જૂની તસવીરનો ઉપયોગ કર્યો હતો. તેમનું જણાવવું છે કે, મારી પરવાનગી લીધા વગર ભાજપ મારા ફોટોનો ઉપયોગ કરતી વખતે હું સિંઘુ બોર્ડર પર ઉભો હતો તેમજ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરતો હતો.

હરપ્રીતસિંહે જણાવ્યું હતું કે, કોઈપણ ખેડૂત નવા કૃષિ કાયદાથી ખુશ નથી. ભાજપના નેતૃત્વ હેઠળ સરકાર ક્યારેય પણ સિંઘુ સરહદ પર આવી નથી કે, ખેડુતો કેમ આ કાયદાની વિરુદ્ધ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. ખેડુતો નવા કૃષિ કાયદાઓને સંપૂર્ણ રીતે નકારી રહ્યા છે અને તેમનો ગુસ્સો સતત વધતો જઈ રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post