યૂનિવર્સિટીનો મોટો નિર્ણય- જો વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થશે તો મળશે 1 લાખની સહાય

હાલમાં ચાલી રહેલ કોરોનાની દહેશતને લીધે ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના સ્કૂલ-કોલેજ સહિતનાં તમામ દર્શનીય સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે રાજ્યની મોટાભાગની યૂનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓની પરિક્ષાના કાર્યક્રમો પણ જાહેર કર્યા છે.
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, અને મોતનો આંકડો પણ સતત વધતો રહ્યો છે. ગઇ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,000ને પણ પાર પહોંચી ગયા છે. ત્યારે રાજ્યની ઘણી યૂનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓની પરીક્ષા માટેનાં કાર્યક્રમ પણ બહાર પાડી રહી છે. પણ આ દરમિયાન લોકોમાં એવો પણ રોષ છે કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત પણ થઇ શકે છે. આની વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી 27 તારીખથી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની પરીક્ષા યોજાશે. પણ, જો પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થીને કોરોના જેવી બીમારી થશે તો યુનિવર્સીટી તરફથી કુલ 1 લાખ સુધીની વિદ્યાર્થીને સહાય અપાશે. આની માટે સૌરાષ્ટ્ર જિલ્લાના કલેકટરની સાથે યુનિવર્સીટી સંકલન પણ કરશે. પરિક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થીને કોરોના થશે તો પ્રાયોરિટી ધોરણે પણ સારવાર આપવા માટે સંકલન કરવામાં આવશે. પરીક્ષાના સમયે મેડિકલ ટીમને પણ યુનિવર્સિટીમાં તૈયાર રાખવામાં આવશે.
કેન્દ્ર સરકારે પણ સપ્ટેમ્બર મહિનાનાં અંત સુધીમાં તમામ યુનિવર્સિટીઓને ફાઈનલ યરની પરીક્ષાને પૂર્ણ કરી દેવા માટેનો આદેશ કર્યો છે. જે ત્યારપછી ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ ફાઈનલ યરની પરીક્ષાને લઈને મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં જ ફાઈનલ યરની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…