ગાજરની ખેતીમાં રેકોર્ડબ્રેક ઉત્પાદન કરી પદ્મશ્રીથી સન્માનિત થયેલા જૂનાગઢનાં ખેડૂત વલ્લભાઈ મારવાણિયાનું નિધન

Share post

કોરોનાને કારણે ઘણાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ મહામારીને કારણે સમગ્ર દેશમાં લાખો લોકોનાં મોત થયા છે ત્યારે હાલમાં ગુજરાતમાં આવેલ જૂનાગઢ જીલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યાં છે. જૂનાગઢનાં રહેવાસી તેમજ પદ્મશ્રીથી સન્માનિત થયેલ ખેડૂત વલ્લભાઈ મારવાણિયાનું અવસાન થયું હોવાનાં સમાચાર સામે આવી રહય છે.

વલ્લભભાઈ મારવાણિયા જૂનાગઢમાં આવેલ ખામધ્રોલ ગામના વતની હતા. આની સાથે જ એમણે ગાજરની ઉત્તમ ખેતી માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો પણ 96 વર્ષની ઉંમરે પદ્મશ્રી મેળવનાર ખેડૂતનું અવસાન થયું છે. વલ્લભભાઈ મારવાણીયાનુ અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદના હસ્તે જૂનાગઢના ખેડૂત વલ્લભાઈ મારવાણિયાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. વલ્લભભાઈ પોતાની કોઠાસુઝથી ગાજરના બિયારણની શોધ કરી હતી. માત્ર 19 વર્ષનાં હતાં ત્યારથી જ તેઓ ગાજરની ખેતી સાથે તેઓ સંકળાયેલ હતા.

કોણ છે જૂનાગઢના વલ્લભાઈ મારવાણિયા?
વલ્લભભાઈની ગાજરની ખેતીની કહાની ખુબ જ રસપ્રદ છે. પદ્મશ્રી એવોર્ડ માટે દેશમાંથી વિવિધ વિભુતીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢના 95 વર્ષનાં ખેડૂત વલ્લભભાઈ મારવણિયાની પસંદગી કરવામાં આવી હતી. સૌપ્રથમ વખત ગાજરની ખેતી કરીને એને શાકભાજીમાં સામેલ કરનાર તેમજ ફક્ત 5 ધોરણ સુધી ભણેલા ખેડૂત વલ્લભભાઈના પરિવારે સ્વપ્નમાં પદ્મશ્રી એવોર્ડ મળશે એવુ વિચાર્યું ન હતું.

જુનાગઢમાં આવેલ ખામધ્રોળ ગામમાં રહેતા વલ્લભભાઈનું ભણતર ભલે પાંચ ચોપડી હતું પણ કોઠા સૂઝ ખુબ મોટી હતી. વલ્લભભાઇને પિતાએ ગાજરને વેચાણ માટે લઇ જવાની ના પાડવા છતાં પણ બજારમાં વેચવા ગયા તેમજ તે સમયે કુલ 20 કિલો ગાજરના માત્ર 12 રૂપિયા મળતાં હતાં. પરિવારની સાથે વેચાણની ના કહેતા પિતા પણ વિચાર કરતા થઈ ગયા હતા. ત્યારબાદ કુલ 10 વર્ષ સુધી ગાજરની ખેતી કરી હતી.

ખેડૂતોમાં ગાજરના બિયારણની માંગમાં વધારો થતાં વલ્લભભાઈએ વર્ષ 1980થી બિયારણ બનાવીને વેચવાની શરૂઆત કરી હતી. ફક્ત 14 વિઘા જમીન ધરાવતા પરિવારની પાસે ગાજરની ખેતીથી કુલ 125 વિઘા જમીન હાલમાં છે તેમજ સમગ્ર દેશમાં વર્ષે કુલ 10 ટન મધુવન ગાજરના બિયારણનું વેચાણ કરતાં હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post