ગુજરાતના આ ગામમાં એકસાથે ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા, જોતજોતામાં આખા ગામમાં છવાયો દુઃખનો માહોલ

Share post

સોશિયલ મીડિયા પર હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતનાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ કોલીયાદ ગામમાં ગુમ થયાના 24 કલાક પછી કુલ 3 સગીર ભાઈઓના મૃતદેહ આજે સવારમાં ગામમાં આવેલ તળાવમાંથી મળી આવતા હોબાળો મચી જવાં પામ્યો છે. મૃતક બાળકોનો પરિવાર મૂળ બોટાદ જિલ્લામાં આવેલ જિંજાવદર ગામનાં વતની છે.

આ ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે તેમજ ત્રણેય બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે કરજણમાં આવેલ સરકારી દવાખાનામાં મોકલી આપ્યા છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કાલે સવારથી 3 બાળકો ગુમ થઈ ગયા હતા.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ કોલીયાદ ગામમાં ગૌચર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારનાં 13 વર્ષીય મધુર સુરેશભાઈ સાનિયા, 10 વર્ષીય ધ્રુવ સુરેશભાઈ સાનિયા તથા 8 વર્ષીય ઉત્તમ સુરેશભાઇ સાનિયા મંગળવારે ગુમ થઈ ગયા હતા. જેને કારણે પરિવારજનોએ બાળકોની તપાસ શરૂ કરી હતી. જો કે, બાળકો મળ્યા ન હતા. કોલીયાદ ગામના તળાવમાં બાળકોના તરતા મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા

બાળકોના મૃતદેહ મળતા લોકોના ટોળા ઉમટ્યા :
કુલ 3 બાળકોના મોતને કારણે લોકોના ટોળા તળાવ નજીક એકત્ર થઈ ગયા હતા. આની સાથે જ કરજણ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. જેને લીધે કરજણ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પરિવાર મૂળ બોટાદ જિલ્લાના જિંજાવદર ગામનો રહેવાસી :
કરજણ તાલુકામાં આવેલ કોલીયાદ ગામના તળાવમાં ડૂબેલા મૃતક બાળકોનો પરિવાર મૂળ બોટાદ જિલ્લાના જિંજાવદર ગામનો રહેવાસી છે. આ પરિવાર ગાયોને લઈને ગામે ગામ ફરતો હતો. કોલીયાદ ગામમાં ત્રણેય બાળકોને ગુમાવ્યા હતા. એકસાથે કુલ 3 બાળકોના મૃત્યુ થતાં સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post