ગુજરાતનું ગૌરવ બની આ દીકરી- અમેરિકામાં ફસાયેલા 325 ભારતીયોને પાઇલોટ દીકરી વતન પરત લાવી

Share post

માંડવી તાલુકાના બાયઠ ગામની કચ્છી યુવતીએ માત્ર 30 વર્ષની નાની ઉંમરે એર ઇન્ડિયાએ બોઇંગ 777માં કેપ્ટન તરીકે 14 કલાક પ્લેનની ઉડાન ભરીને અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી યુવતીએ કચ્છને ગૌરવ અપાવ્યો છે.

વંદે ભારત મિશન અંતર્ગત અમેરિકાના શિકાગોથી 325 ભારતીયોને વિદેશથી વતન લઈ આવવા માટે મહિલા કેપ્ટન ઉર્વિ જોશીની એર ઇન્ડિયાના માધ્યમથી પસંદગી કરવામાં આવી હતી. હાલ આદિપુર રહેતા ગિરિશભાઈ જોષી અને હીનાબેનની દીકરી કેપ્ટન ઉર્વી સ્થાનિક સેન્ટ ઝેવિયસ અને તોલાણી કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદ પાયલોટની ટ્રેનિંગમાં ગયા હતા.

2016ની સાલમાં એર બસ ચલાવતા હતા અને હાલમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટની 2 વર્ષથી ઉડાન ભરી રહ્યા છે. વિદેશથી પરત આવતા કોરોના ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ કચ્છી યુવતીને રજા આપવામાં આવશે. ચાર દિવસની રજા મંજૂર થયેલી હોવાથી તેઓ કચ્છ માતા પિતા અને તેમના ભાઈ દક્ષેશને મળવા આવશે.

હાલના સમયમાં કોરોના મહામારીના કારણે ગુજરાત સહીત ભારતના ઘણા લોકો વિદેશની ભૂમિ પર ફસાયા છે. તેમને તો ભારત આવવું છે પણ આ કોરોના વાયરસના કારણે અહિયાં આવી શકતા નથી. કેટલાય મહિનાઓથી પોતાના પરિવારથી દુર વિદેશમાં રહેનારા હજારો લોકો માંથી ઘણા લોકોને આ ગુજરાતની દીકરીએ પોતાના વતન પરત પહોચાડ્યા છે. અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, જો તમને પણ આ દીકરીનું કાર્ય ગમ્યું હોય તો દરેક લોકોને શેર કરો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post