રોડ પર પાકીટ વેચીને પરિવારનું ગુજરાન ચલાતા પિતાનું સપનું દીકરીએ ડોક્ટર બનીને કર્યું પૂર્ણ -જાણો એક બાપની દુઃખની કહાની

Share post

ગુજરાતની રાજધાની એટલે કે, ગાંધીનગરના રસ્તા પર  પાથરણું પાથરીને પાકીટ વેચતા એક પિતાએ રૂપિયા એકત્ર કરીને એમની દીકરીને ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું હતું. એમનું આ સ્વપ્ન હવે પૂર્ણ થવા આવ્યું છે. ઘરમાં કોઇપણ સુવિધા ન હોવા છતાં પિતાએ દિકરીને ભણાવી તેમજ છેવટે દિકરીએ NEET ની પરીક્ષામાં 509 માર્ક્સ મેળવ્યા છે. આ દિકરી માટે પિતાને ગર્વ થાય છે.

અમદાવાદમાં આવેલ કુબેરનગર વિસ્તારમાં રહેતા યુધિષ્ઠીર લુલ્લાની દિકરી સપના ગાંધીનગરમાં આવેલ ઇન્ફોસિટી સાયન્સ સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી હતી. હાલમાં મેડીકલ એન્ટ્રેન્સમાં લેવામાં આવેલ પરીક્ષામાં સપનાએ કુલ 720 માંથી 509 માર્ક્સ મેળવ્યા છે તેમજ  એનું ડોક્ટર બનવાનું સપનું પૂરૂ થયું છે. સપનાના પિતા યુધિષ્ઠીર રોડની બાજુમાં પાથરણું પાથરીને રમકડાં, લાઇટર, પાકીટ તથા ચાર્જર જેવી ચીજવસ્તુઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

ગરીબ પરિવારની દિકરીની ધગશને જોઇ ગરીબ પિતાએ એને ભણવા માટેની બધી વ્યવસ્થા કરી આપી હતી. સપનાને સારૂં કોચીંગ મળી રહે એની માટે એકેડેમીમાં પણ દાખલ કરી હતી તેમજ એની ફી ચૂકવી આપી હતી. સપના જ્યારે કોચીંગ લેતી હતી ત્યારે એના પિતા ગાંધીનગરમાં આવેલ મીનાબજારમાં પાથરણું પાથરીને છૂટક ચીજવસ્તુનું વેચાણ કરતાં હતા તથા એની કમાણીમાંથી ફી ભરતા હતા.

સપનાના પિતાએ સતત 2 વર્ષ સુધી રસ્તાની બાજુમાં પાથરણું પાથરીને પાકીટ, ચાર્જર જેવી ચીજવસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ દિકરીને પિતાની ઉપરાંત માતાનો પણ સપોર્ટ મળ્યો હતો. અગત્યની વાત તો એ છે કે, પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે ગાંધીનગરની એકેડેમીના સંચાલકોએ સપના કે એના પિતા પાસેથી ટ્યુશન ફી લીધી નથી. સપનાને વિના મૂલ્યે કોચીંગ આપ્યું છે. આટલું જ નહીં પરંતુ ઇન્ફોસિટી સાયન્સ સ્કૂલના સંચાલકોએ પણ સપનાને ખૂબ મહેતન કરવાની પ્રેરણા આપી હતી.

દીકરીને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન પિતાએ જોયું હતું તેમજ હવે સપનું હવે સાકાર થયુ છે. એકેડેમીના સંચાલક ભદ્રેશ પટેલ જણાવતાં કહે છે કે, સપના તથા એના પિતાએ ક્યારેય પણ આર્થિક સ્થિતિ અંગે મને વાત કરી ન હતી પણ એક દિવસ જ્યારે હું એકેડેમીની નીચે ગયો ત્યારે સપનાના પિતાને પાથરણું પાથરીને ચીજવસ્તુ વેચતા જોયા ત્યારે મારૂં હ્રદય કંપી ઉઠ્યું હતું. સપનાએ કોચીંગ માટે આપેલ કુલ 5,000 રૂપિયાની ફી મેં એમને પરત આપી તેમજ જણાવ્યું કે, તને વિના મૂલ્યે અમે કોચીંગ આપીશું. છેવટે સપનાને રેન્ક લાવીને તેને મદદ કરનાર બધાં જ લોકોનો આભાર માન્યો હતો.

સપનાના પિતા યુધિષ્ઠીર એમની દિકરી અંગે જણાવે છે કે, મારી દીકરી સપનાએ એનું તથા મારા પરિવારનું સપનું પૂરૂ કર્યું છે. આંખમાં આંસુની સાથે એમણે જણાવ્યું કે, હું એ તમામ લોકોનો આભાર માનું છું કે, જેમણે મારી દિકરીને મદદ કરી છે. હવે સપના મેડીકલમાં એડમિશન લઇને ડોક્ટરનો અભ્યાસની શરૂઆત કરશે. 

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post