આ ફળ-ફૂલને ભૂલથી પણ ક્યારેય ન ખાશો, ગણતરીની સેકન્ડમાં જ વ્યક્તિનું થઇ જાય છે મોત

Share post

સોશિયલ મીડિયામાં વિવિધ જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. તમે ઘણીવાર વિવિધ ફળોનું સેવન કર્યું હશે પરંતુ ક્યારેય પણ એવું સાંભળ્યું છે કે, ફળને ખાવાથી પણ માણસનું મૃત્યુ થઈ જાય? હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. વર્ષ 2014 બ્રિટનમાં એક મોટા ખેતરની દેખરેખ કરનાર માળીનું અચાનક મોત થઈ ગયું હતું.

એના શરીરના ઘણાં અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતુ. એનું મોત કેમ થયું, એનું કારણ જાણવા મળ્યું ન હતું પરંતુ કેસ દરમિયાન પુરાવા રજૂ કરવામાં આવ્યા કે એનું મોત ફૂલોનાં એક જાણીતાં છોડને લીધે થયું છે. આ છોડનું નામ છે એકોનિટમ. આ છોડના ખીલેલા ફૂલોના ઘણાં નામ છે. જેમ કે શૈતાનું હેલમેટ, ક્વીન ઑફ પૉઇઝન્સ તથા વરૂનું દુશ્મન.

એકોનીટમનાં મૂળમાં હોય છે સૌથી વધુ ઝેર :
આ નામોથી એની ખાસિયતનો અંદાજો લગાવી શકાય છે. સત્ય એ જ છે કે, એકોનિટમ વિશ્વનો સૌથી વધુ ખતરનાક છોડ છે. કેમ કે, આ છોડ હ્રદયની ગતિને ધીમી કરી નાખે છે. જેને લીધે માણસનું મોત થઈ જાય છે. આનો સૌથી ઝેરીલો ભાગ હોય છે મૂળ પરંતુ પત્તાઓમાં પણ ઘણું ઝેર રહેલું હોય છે. બંનેમાં ન્યૂરોટૉક્સિન હોય છે એટલે કે, એ ઝેર કે જે સીધું મગજ પર અસર કરે છે. આને ત્વચા પણ શોષી શકે છે. જ્યારે આ ફૂલ, પત્તા અથવા તો મૂળ ત્વચાના સંપર્કમાં આવે છે તો ત્યાં ઝણઝણાટી ઉત્પન્ન થાય છે, તે ભાગ જકડાવા લાગે છે. જો, ભૂલથી પણ આને ખાઈ લો છો તો ઉલટી તથા ઉબકા આવવાની શરૂઆત થઈ જાય છે.

કેરીબીઆઈ દ્રીપમાં ઉગનાર મૈનકીનીલ :
વર્ષ 2010માં બ્રિટનમાં ભારતીય મૂળની એક મહિલા લખવીર સિંહને હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી. એણે પોતાના પ્રેમીને કડીમાં ઇન્ડિયન એકોનાઇટ ભેળવીને આપી દીધું હતુ, જેને લીધે એનું મોત થઈ ગયું હતુ. આવો જ એક અન્ય છોડ છે હૉગવીડ (હેરેસલિયમ માન્ટેગાઝિએનમ). જો આ છોડ વ્યક્તિની ત્વચાના સંપર્કમા આવે તેમજ ત્યારપછી સૂર્યની રોશનીથી રિએક્ટ કરે તો ચામડી પર બળતરા થવા લાગે છે.

જો કે, ગાજર, અજમો તથા લીંબૂના છોડમા પણ આ ગુણ રહેલાં હોય છે. આ છોડ ચામડી પર ફોલ્લા પણ કરી શકે છે. આ જ રીતે દક્ષિણ અમેરિકાનાં ઉત્તર ભાગમાં એટલે કે ફ્લોરિડા અને કેરિબિયાઈ દ્વીપમાં પણ ઉગનારો છોડ મૈનકીનીલ (હિપ્પોમાને મૈનકીનીલા)ને અડકવું પણ ખતરનાક માનવામાં આવે છે. આ છોડની નીચે વરસાદમાં ઉભા રહેવું પણ ખતરનાક માનવામાં આવે છે. આ છોડને સળગાવવો એ પણ ખતરાનક માનવામાં આવે છે. તેના ધૂમડાથી સંપર્કમાં આવવા પર આંખોની રોશની પણ જઈ શકે છે તેમજ શ્વાસની તકલીફ પણ થઈ શકે છે.

એરંડાનાં છોડમાં રહેલું રાઈસીન ખતરનાક :
મૈનકીનીલ છોડના સંપર્કમાં આવવાથી તમારું મોત થતુ નથી પરંતુ આ છોડના ફળને કોઈએ ખાઈ લીધું તો મોતનો ખતરો બની શકે છે. આ ફળનું સ્પેનિશ નામ છે લિટલ એપ્પલ ઑફ ડેથ. આની ઉપરાંત રિકિનસ કોમૂનિસનું ઝાડ પણ ખુબ ખતરનાક હોય છે. આ છોડનું સાયન્ટિફિક લેટિન નામ છે રાઇસિન. આને લીધે એરંડાના છોડને દુનિયાનો સૌથી ઝેરીલો છોડ માનવામાં આવે છે. આના બીજથી તેલ કાઢ્યા પછી વધેલા ભાગમાં પણ ઘણું ટૉક્સિન રહેલું હોય છે. રાઇસિન મેટાબૉલિઝ્મની કોશિકાઓને નષ્ટ કરી નાખે છે. આ કોશિકાઓ જીવન જીવવા માટે ખુબ જ જરૂરી છે.

ચણોઠી :
આવો જ એક પ્રકારનો છોડ છે rosary pea (ચણોઠી). આનું બીજ પણ ખુબ ખતરનાક હોય છે. આ ઘણી હદ સુધી રાઇસિનથી મળતુ આવે છે પરંતુ આ શુદ્ધ હોય તથા પાવડરની જેમ ખાવામાં આવે તો જ ખતરનાક સાબિત થઈ શકે છે. જો કે, એની બહારનું કવચ ખુબ જ સખ્ત હોય છે. જેને લીધે એને પચાવવું ખુબ જ મુશ્કેલ હોય છે. જો કે, હાલના સમયમાં ઝેરીલા છોડને લીધે મોતની ઘટનાઓ ખુબ ઓછી થતી હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post