ઓર્ગેનિક પદ્ધતિથી શણની ખેતી કરી ડાંગ જિલ્લાના ખેડુતો કરી રહ્યાં છે બમણી કમાણી – જાણો વિગતે…

Share post

અતિભારે વરસાદને કારણે ખેડૂતોને ખુબ જ નુકસાન થયું છે ત્યારે ખેડૂત કોરોના જેવા કપરાં સમયમાં પણ નિરાધાર બની ગયો છે. ખેડૂતો પણ ખેતીમાંથી સરકારી એટલે કે રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય યોજનાનો લાભ લઈને બમણી કમાણી કરી રહ્યાં છે. હાલમાં અમે આપની માટે એક જાણકારી સામે લઈને આવી રહ્યાં છીએ.

સિક્કિમ રાજ્યને ભારત દેશનાં પહેલા ઑર્ગેનિક સ્ટેટ તરીકે જાહેર કર્યા પછી, ગુજરાત રાજ્યમાં પણ ડાંગને પહેલા ઓર્ગેનિક ડિસ્ટ્રિક્ટ તરીકે જાહેર કરીને, વર્ષ 2015થી જિલ્લામાં સંપૂર્ણ સજીવ ખેતી બાજુ ખેડૂતોને વાળવાનો પ્રયાસ ચાલુ કરવામાં આવ્યો છે. હાલ સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા વાવેતર કરવા ડાંગ જિલ્લાનાં ખેડૂતોએ શણનું વાવેતર કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારે આખા ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જાહેર કર્યો છે. તે સમયે આત્મા પ્રોજેક્ટએ ડાંગ જિલ્લાનાં ખેડૂતો ઓર્ગેનિક કૃષિ પદ્ધતિ અપનાવે તે હેતુથી ખેડૂતોને શણનું બિયારણ આપ્યું હતું. શણ એટલે લીલો પડવાશ જેનો વપરાશ જમીનના સુધારા માટે કરવામાં આવે છે.લીલા પડવાશથી જમીનનાં ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં સુધારો થઇ શકે છે.

જમીનની ફળદ્રુપતા વધે અને પાકનાં ઉત્પાદન તેમજ ગુણવત્તામાં સુધારો થશે. ઉપરાંત જીવાત તેમજ રોગ નિયંત્રણ થતું હોવાથી ડાંગ જિલ્લાનાં ખેડૂતોને જમીન અનુસાર શણ ઉગાડી ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. આની સાથે જ ખેતી કરનાર ખેડૂતને આર્થિક લાભ પણ થશે. અહીં નીચે શણની ખેતી કરવાથી થતાં અનેક ફાયદાઓની વિશે જાણકારી આપવામાં આવી છે.

શણથી થતાં ફાયદાઓ:
જમીનનું ભૌતિક બંધારણ સારું થાય છે. સેન્દ્રિય તત્વોનો જમીનમાં વધારો થવાથી સૂક્ષ્મ જીવો સક્રિય બને છે. જમીનની ભેજ સંગ્રહશકિત વધે છે. શણ માટે ઉગાડેલ પાકો જમીનમાંથી ઊંડે સુધીથી પોષક તત્વો ખેંચી જમીનમાં ઉપલા પડમાં તે તત્વો પાછા આવે છે. શણ તરીકે કઠોળ વર્ગનાં પાકો ઉગાડવાથી સેન્દ્રિય તત્વની સાથે હવામાનનું નાઇટ્રોજન તત્વ જમીનમાં ઉમેરાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…