પશુપાલન દ્વારા આણંદના ચંદ્રિકાબેન દર મહીને કરી રહ્યાં છે લાખોની કમાણી – જાણો કેવી રીતે… 

Share post

‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ આ કહેવત તો તમે સાંભળી જ હશે. આ કહેવતને મુજકુવા ગામમાં  આણંદના ચંદ્રિકાબેન પઢીયારે સાર્થક કરી બતાવી છે. ચંદ્રિકાબેન એક સયુંકત કુટુંબમાં રહે છે. પોતાની આગવી સુજબુજ તથા મહેનતને કારણે ખેતીવાડી તેમજ પશુપાલન વ્યવસાયમાં એક આગવી ઓળખ ઉભી કરી બતાવી છે.

માત્ર ધોરણ 7 પાસ આ મહિલા પશુપાલનનાં વ્યવસાયથી હાલમાં મહિને લાખો રૂપિયાની ચોખ્ખી આવક મેળવી રહ્યાં છે. એક પછી એક એમ કરીને હાલમાં એમની પાસે કુલ 18 ગાયો, કુલ 4 ભેંસ તથા કુલ 5 પાડીઓ રહેલી છે. એમના પરિવારની પાસે કુલ 40 વીઘા જમીન રહેલી છે. જેમાંથી કુલ 3 વિઘાનો પશુની માટે ઘાસચારા માટે ઉપયોગ કરે છે. તેઓ તબેલા તેમજ ઘરવપરાશમાં વીજળીની જરૂરિયાતને પુરી કરવા માટે કુદરતી ઉર્જા એટલે કે સોલાર પેનલનો ઉપયોગ કરી રહ્યાં છે.

તેઓ કુલ 10 સોલાર પેનલનો ઉપયોગ કરીને મહિને કુલ 12,000-15,000 વીજ ઉત્પાદનમાંથી મેળવી રહ્યાં છે.પશુપાલન કરી રહેલ તમામ પશુપાલકને હંમેશા કુલ 2 મુશ્કેલી રહેલી હોય છે. પ્રથમ તો ઘાસચારાની તેમજ બીજી છાણ નિકાલની પણ ચંદ્રિકાબેન બાયોગેસ પ્લાન્ટ દ્વારા પશુના મળમૂત્રનો પણ સદુપયોગ કરે છે. આ ગેસ તેઓ ઘરવપરાશ તેમજ પશુનો ખોરાક બનાવવાં માટે કરે છે. બાયોગેસમાંથી વધી પડેલ કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવીને ખેતીમાં ઉપયોગ કરી રહ્યાં છે.

પશુપાલનનો વ્યવસાય સરળ નથી પરંતુ પોતાની કાર્યક્ષમતાને આધારે તેઓ આ કાર્ય સફળ રીતે કરી બતાવ્યું છે. પશુનું સમયાંતરે રસીકરણ , વેટરનરી તપાસ તેમજ પશુને ઘાસ નીરણ કરવાનું હોય. આ તમામ કામ ચંદ્રિકાબેન ઉત્સાહપૂર્વક કરી રહ્યાં છે. એમણે નારી શક્તિ ઈચ્છે તો કેવી રીતે આગળ વધી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. એમના પરિવારનો પણ એમની આ સિદ્ધિની પાછળ એટલો જ સહકાર આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…