આ મંદિરમાં કરોડો રૂપિયાથી કરવામાં આવે છે માતાજીનો શ્રૃગાંર – આ વિડીયો જોઇને આંખો પહોળી થઇ જશે

Share post

રવિવારના દિવસે સમગ્ર દેશમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. કોરોનાને કારણે શાળાથી લઈને મંદિર સુધી તમામ સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતાં. દક્ષિણ ભારતના રાજ્ય તેલંગાણાના એક મંદિરમાં દશેરાના તહેવાર નિમિતે દેવીની મૂર્તિને કુલ 1 કરોડ રૂપિયાની નોટોથી શણગારવામાં આવી હતી. તેલંગાણાના કન્યાકા પરમેશ્વરી દેવીના મંદિરમાં આ નોંટોને ફૂલના આકારથી શણગારવામાં આવી હતી.

દેવીને અર્પણ કરવા માટે આટલા મોટા પાયે નોટોના ઉપયોગને લઈ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, દેવીનો સંપૂર્ણ શ્રૃંગાર નોટોની સાથે કરવામાં આવ્યો હતો. માળાથી લઈને ફૂલો સુધીની વસ્તુને નોટમાંથી બનાવવામાં આવી હતી. મંદિરમાં હાજર બીજાં દેવી-દેવતાઓને પણ નોટોનો હાર પહેરાવવામાં આવ્યો હતો. મંદિરના ખજાનચી પી રામુના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે મંદિરમાં દેવીની પૂજા માટે કુલ 3 કરોડ રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતાં આ વર્ષે નોટોની સંખ્યા ખુબ ઓછી હતી.કોરોના મહામારીને કારણે સર્જાયેલ આર્થિક તંગીને લીધે આવું બન્યું છે. એમણે જણાવતાં કહ્યું કે આ નોટો સ્થાનિક સમુદાય દ્વારા પૂજા માટે આપવામાં આવે છે. આ નોટો પૂજા પૂર્ણ થયા બાદ એમને પાછી આપી દેવામાં આવે છે. કુલ 40-50 લોકોએ આ વર્ષે દેવીના શ્રૃંગારને બનાવવા માટે દાન આપ્યું હતું. અહીં નોંધનીય છે કે, દર વર્ષે દેવીની પૂજા એમના વિવિધ સ્વરૂપોમાં કરવામાં આવે છે.

મંદિરમાં દેવીનો શ્રૃગાંર નોટોથી કરવામાં આવ્યો હતો એ દેવીને ‘ધનલક્ષ્મી’ કહેવામાં આવે છે. આર્થિંક તંગીના આવાં સમયમાં દશેરાના દિવસે પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો તેની પર વિવિધ પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે. આટલા બધી મોટી રકમને લીધે આ મંદિરમાં લોકો પણ માતાના દર્શન કરવા માટે આવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post