કબજિયાત અસંખ્ય રોગોને જન્મ આપે છે માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, ટૂંક સમયમાં જોવા મળશે પરિણામ

Share post

આજકાલના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો ફાસ્ટ ફૂડનો ભોજન કરતા હોય છે. જેના કારણે શરીરમાં અનેક નવી બીમારીઓ થતી હોય છે. મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પીડિત હોય છે. પરંતુ આજે અમે તમારા માટે ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ. આ ઉપચારથી તમે ઘરે જ કબજીયાતથી છુટકારો મેળવી શકો છો.

કબજીયાત માટે રામબાણ ઈલાજ:

નરણા કોઠે સવારમાં એક કપ ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.

રાત્રે હુંફાળા ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.

કાંદાને ગરમ રાખમાં શેકી રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે.

જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ નાની હરડે ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.

અજમો અને સોનામુખીનું ચૂર્ણ હૂંફાળાં ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.

પાકાં ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છુટો પડી કબજીયાત મટે છે.

લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.

તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.

અજમાના ચુર્ણમાં સંચળ નાખી ફાકવાથી કબજીયાત મટે છે.

રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ નાખીને પીવાથી કબજિયાત મટે છે.

લીંબુના રસમાં જાયફળ ઘસીને તેનો ઘસારો લેવાથી કબજિયાત મટે છે.

ખજૂરને રાત્રે પલાળી રાખી સવારે મસળી, કપડા વડે ગાળીને તે પાણી પીવાથી કબજિયાત મટે છે.

કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળીને પીવાથી કબજિયાત મટે છે.

ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.

ચાર ગ્રામ હરડે, એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં ગરમ કરી તેનો ઉકાળો રાત્રે તથા સવારમાં પીવાથી કબજિયાત મટે છે.

રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા નિયમિત ખાવાથી કબજિયાત મટે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post