અગાસી પર માટી વિના શાકભાજીની ખેતીમાંથી ઘરે બેઠાં કરો દર મહીને મબલખ કમાણી – જાણો સંપૂર્ણ માહિતી   

Share post

ઘણીવાર સોશિયલ મીડિયામાં ખેતીને લઈ અનેક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. જો તમે ખેતી અંગે જાણતા હો તો હવે તમે ઘરના ટેરેસથી પણ કમાણી કરી શકો છો. આજે અમે આપને એક એવા બિઝનેસ વિશે જણાવવા માટે જઈ રહ્યાં છીએ કે, જેને તમે પોતાના ટેરેસ પર જ શરૂ કરી શકો છો.

સૌથી અગત્યની બાબત એ રહેલી છે કે, આની માટે તમારે વધુ રોકાણ કરવાનીની જરૂર પડતી નથી. આની સાથે જ જગ્યાની પણ જરૂરિયાત રહેશે નહી. આની સાથે જ આ ફાર્મિંગનો બિઝનેસ કરવાં માટે તમારે કોઈપણ પ્રકારના ટેકનિકલ જ્ઞાનની જરૂર પણ રહેતી નથી. જો, તમે ખેતી અંગે થોડી પણ સમજણ છે તો તમે દર મહીને બમણી કમાણી કરી શકો છો.

માટી વિના કરી શકશો ખેતી :
આ ખેતીનું નામ ‘હાઈડ્રોપોનિક ખેતી’ છે. આ ઈઝરાયલી ટેકનોલોજી પર બેસ્ડ છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે, આ ખેતી કરવાં માટે તમારે માટીની જરૂર પડશે નહી એટલે કે, તમે પાણીની મદદથી જ આ ખેતી કરી શકશો.

ખાતરને બદલે કોકોપીટનો ઉપયોગ કરો :
આપને જણાવી દઈએ કે, આ ખેતીમાં ખાતરને બદલે સુકાઈ ગયેલ નારિયેળની છાલને કોકોપીટના સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. આની સાથે જ એમાં શાકભાજી ઉગાડવામાં આવે છે.

પાણીનો વ્યય થતો નથી : 
આ ખેતીમાં પાણીનો બિલકુલ પણ વ્યય થતો નથી તેમજ અન્ય ખેતીની તુલનામાં ફક્ત 10% પાણીનો જ ઉપયોગ થાય છે.

આ શાકભાજીની કરો ખેતી :
પાલક, મેથી અને ફુદીના, રીંગણ, ચેરી ટમેટા, ભીંડો, ફ્લાવર, શિમલા મરચું, દેશી ટમેટા જેવા ઘણા પ્રકારના શાકભાજીની ખેતી કરી શકો છો.

ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે સરકાર :
ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે પણ મહત્તમ ખેડૂતોને આ વાતને લઈને કોઈ સચોટ જાણકારી નથી કે, આખરે ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવામાં આવે છે? આની માટેનું સર્ટિફિકેટ ક્યાંથી મળે તેમજ એનું માર્કેટ ક્યાં આવેલું છે? આવાં પ્રકારની ખેતી માટે જરૂરી વસ્તુ ક્યાંથી મળશે. આ તમામ પ્રશ્નોના ઉત્તર મળી શકે એની માટે સરકાર દ્વારા ખેડૂતોની વ્યવસ્થા માટે જૈવિક ખેતી પોર્ટલ (https://www.jaivikkheti.in/) વિકસિત કરવામાં આવ્યું છે. જેની તમે મદદ લઈ શકો છો. કૃષિ તથા કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર પરંપરાગત ખેતીને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2015-16 થી લઈને વર્ષ 2019-20 સુધીમાં કુલ 1,632 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યાં છે.

સરકારે બનાવી PKVY યોજના :
ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા PKVY એટલે કે, Paramparagat Krishi Vikas Yojana યોજના બનાવવામાં આવી છે. જેનાથી તમને પ્રાકૃતિક ખેતી માટે પ્રતિ હેક્ટર કુલ 50,000 રૂપિયા આપવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post