વગર ખેતરે, ખુબ ઓછા સમયમાં વધારે કમાણી કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે આ ખેતી – રાતોરાત થઇ જશો માલામાલ

Share post

સામાન્ય રીતે તમામ લોકોને ઓછા સમયમાં વધારે કમાણી કરવાનું સપનું રહેલું હોય છે પણ જો બિઝનેસ સ્ટેબલ ન હોય તો તમારું ઇન્વેસ્ટમેંટ બેકાર પણ થઇ શકે છે. આવા સમયે જરૂરી છે કે, એવા બિઝનેસ બાજુ ધ્યાન આપો કે, જેમાં ખર્ચ ઓછો થાય તેમજ લાંબા સમય સુધી કમાણી થતી રહે. આવા સમયે દવા બનાવવામાં ઉપયોગ કરવામાં આવતા પ્લાંટની ખેતી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આવા પ્લાંટને મેડિસિનલ પ્લાન્ટ કહેવામાં આવે છે. એની ખેતી કરવાં માટે મોટા ખેતર અથવા તો ઇન્વેસ્ટમેંટની જરૂર રહેતી નથી.

આ પાકનું કરો વાવેતર :
તમારી પાસે ખેતર ન હોય તો પણ તમે આ બિઝનેસની શરૂઆત કરી શકો છો. તમારા દ્વારા ઉગાડવામાં આવેલ આ પ્લાંટને દવા બનાવતી કંપનીઓમાં વેચાણ કરી શકો છો. હાલનાં સમયમાં કેટલીક કંપનીઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા ઔષધિઓની ખેતી કરાવી રહી છે ત્યારે તમે પણ જાણી લો કે, કેવી રીતે આ બિઝનેસથી લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. મોટાભાગના હર્બલ પ્લાન્ટ જેવાં કે, તુલસી, જેઠીમધ, એલોવેરા સહિત ઘણાં પ્લાન્ટ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે.

3 લાખ સુધીની થશે કમાણી :
આ પૈકી અમુક છોડની ખેતી તો નાના કુંડાઓમાં પણ કરી શકો છો. જેની માટે તમારે વધુ ખર્ચ કરવાની જરૂર પડશે નહી પણ આ ખેતીથી કમાણી લાખોની થઇ શકે છે. દવા કંપનીઓની સાથે કોન્ટ્રેક્ટથી કમાણી ફિક્સ થઇ જાય છે. સામાન્ય રીતે તુલસીને ધાર્મિક આસ્થાની સાથે જોડવામાં આવે છે પરંતુ મેડિસિનલ ગુણ ધરાવતી તુલસીની ખેતીથી કમાણી કરી શકાય છે. તુલસીના ઘણાં પ્રકાર રહેલાં છે, જેનાથી યુજીનોલ તથા મિથાઇલ સિનામેટ હોય છે. આ તત્વોમાંથી કેન્સર જેવા રોગોની દવાઓ બનાવવામાં આવે છે. જો ખેતર હોય તો માત્ર 1 હેક્ટર જમીન પર તુલસી ઉગાડવામાં ફક્ત 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ કુલ 3 મહિના બાદ આ પાક અંદાજે 3 લાખ રૂપિયા સુધીની કમાણી કરાવી શકે છે.

દવાઓ બનાવતી કંપનીઓ સાથે કોન્ટ્રેકટ ફાર્મિંગ કરો :
તુલસીની ખેતી પતંજલિ, ડાબર, વૈદ્યનાથ સહિત ઘણી આયુર્વેદ દવાઓ બનાવતી કંપનીઓ કોન્ટ્રેંક્ટ ફાર્મિંગ પર કરાવી રહી છે. જે પાકની સીધી જ ખરીદી કરી લે છે. મેડિસિનલ પ્લાંટની ખેતી માટે જરૂરી છે કે, તમારી પાસે સારી તાલીમ હોય. જેને લીધે તમે ભવિષ્યમાં ક્યારેય પણ છેતરાશો નહીં. લખનઉમાં આવેલ સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિસિનલ એંડ એરોમેટિક પ્લાંટ  આવા છોડની ખેતીની તાલીમ આપી રહી છે તથા એના માધ્યમથી દવા કંપનીઓ તમારી પાસે કોંટ્રાક્ટ સાઇન પણ કરે છે, એટલે કે, બિઝનેસ માટે ક્યાંય પણ ફરવાની જરૂર પડતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…