બેંક ખાતામાં આવેલી રોકડ સહાય ઉપાડવા જવી નહી પડે, ઘરે બેઠા રોકડમાં મળશે- અહિયાં કરો ફોન

Share post

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, જનધન, મહિલા અને શ્રમિક ખાતાધારકો માટે મોટી ખુશખબરી આવી છે, હવે લાભાર્થીઓને પોતાને મળેલી ધનરાશિ ઉપાડવા માટે કોઈ બેંક કે દૂર સ્થિત atm સુધી નહીં જવું પડે, કારણકે હવે તેમના ગામમાં જ રૂપિયા ઉપાડવા ની સુવિધા આપવામાં આવશે, વાત એમ છે કે કોરોના સંકટમાં કેન્દ્ર સરકાર દ્વારા લાખો ખેડૂતો અને ગરીબોના ખાતામાં અમુક રકમ મોકલવામાં આવી રહી છે, જેથી આ મુશ્કેલીને ઘડીમાં કોઈને સમસ્યા ન થાય આવામાં લોકોની ભીડ આ રકમ ઉપાડવા માટે બેંકો બહાર લાગી રહી છે, ત્યારે આ સમસ્યાને જોતાં પોસ્ટ ઓફિસમાં એક અગત્યની કાર્યવાહી શરૂ થઈ છે. જેમાં ઘરે બેઠા જ તમને રકમ મળી જાય તેવી સુવિધા આપવામાં આવશે.

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાથી આ સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ મેળવીને 222 જેટલી જગ્યાએ રકમ ઉપાડવાની સુવિધા કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ પીએમ કિસાન સન્માન નિધિ જનધન અને શ્રમિક ખાતાધારકો સહિત તમામ લોકો ઉઠાવી શકશે.

આ micro atm સુવિધામાં એક ખાતાધારક માત્ર પાંચ હજારની રકમ ઉપાડી શકશે. આ સિવાય પોસ્ટ ઓફિસ ના સેવક માઇક્રો એટીએમ દ્વારા એક દિવસમાં વધુમાં વધુ ૨૫ હજાર રૂપિયા વિતરણ કરશે.

ઉત્તર પ્રદેશ ની પહેલ ની જેમ જ ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓમાં કોમન સર્વિસ સેન્ટર દ્વારા સિનિયર સિટીઝન, વિધવા બહેનો, પેન્શનર, શ્રમિકો અને અન્ય લોકો પોતાના ઘરે બેઠા જ રૃપિયા મળી રહે તે માટે csc દ્વારા આધાર કાર્ડ આધારિત પેમેન્ટ સિસ્ટમ દ્વારા કોઇપણ ચાર્જ લીધા વગર 500 રૂપિયાથી 5000 રુધી ઉપાડી આપવામાં આવશે. આ સર્વિસ સુરત જિલ્લામાં પહેલેથી શરૂ થઈ ગઈ છે. આ સર્વિસ દ્વારા વીમા કંપનીના પ્રિમિયમ પણ ભરી શકાય છે. તેમજ સરકાર ની ડેલી મેડિસન યોજના નો પણ લાભ મેળવી શકાય છે. સુરત જીલ્લામાં લાભ લેવા માટે વિશાલા વાઘાણી ને ફોન 90997 89354, 80005 52425 કરી મહિતી મેળવી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post