વ્યાજ માફીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો જલ્દી…

Share post

વિત્ત મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કૃષિ તેમજ એની સાથે સંબંધિત ગતિવિધિઓની સાથે સંબંધિત ઋણ પર વ્યાજ પર વ્યાજ માફી યોજનાનો લાભ મળશે નહીં. વિત્ત મંત્રાલય દ્વારા ચક્રવૃદ્ધિ વ્યાજ તથા સાધારણ વ્યાજની વચ્ચેના અંતરની ચૂકવણીથી સંબંધિત ગ્રેસ રિલિફ પેમેન્ટ સ્કીમ પર ગુરુવારે FAQ જાહેર કરવામાં આવ્યો છે.

મંત્રાલયે જણાવતાં કહ્યું કે, લોનધારકોને 29 ફેબ્રુઆરી સુધી ક્રેડિટ કાર્ડ પર બાકી રહેલ દેવા માટે પણ આ યોજનાનો લાભ મળશે નહીં. આ રાહત માટે બેન્ચમાર્ક કોન્ટ્રાક્ટનો દર હશે. જેનો ઉપયોગ ક્રેડિટ કાર્ડ કંપની દ્વારા EMI માટે કરવામાં આવે છે. વિત્ત મંત્રાલએ સ્પષ્ટપણે જણાવતાં કહ્યું છે કે, આ યોજના અંતર્ગત કુલ 8 ક્ષેત્ર આવે છે. પાક તથા ટ્રેક્ટર ઋણ અને એની સાથે સંબંધિત ગતિવિધિઓ આ ક્ષેત્ર હેઠળ આવે છે.

જેનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આની પહેલાં ‘ભારતીય રિઝર્વ બેંક’ એટલે કે, RBI એ બધી જ લોન આપતી સંસ્થાઓને જણાવતાં કહ્યું હતું કે, કુલ 2 કરોડ રૂપિયા સુધીના વ્યાદ માટે હાલમાં જ ઘોષિત વ્યાજ પર વ્યાજ માફી યોજના લાગુ કરે. આ યોજના હેઠળ બે કરોડ રૂપિયા સુધીના વ્યાજ ઉપર લાગનાર વ્યાજ 1 માર્ચ 2020થી 6 મહિના માટે માફ કરવામાં આવશે.

કોને મળશે લાભ?
સરકારની આ સ્કીમનો ફાયદો એ ગ્રાહકોને પણ મળશે, જેઓએ મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો ન હતો. આ ઉપરાંત જે લોકો પાસે 2 કરોડ રૂપિયા સુધીનું દેવું છે. આ રકમ 5 નવેમ્બર સુધી ગ્રાહકોના લોન એકાઉન્ટમાં જમા કરાવી દેવા માટે કહેવામાં આવ્યું છે. બાદમાં બેંક અને નાણાકીય સંસ્થાઓ આ રકમને સરકાર પાસેથી ક્લેઈમ કરી શકે છે. જે લોકોએ ફેબ્રુઆરી 2020 સુધી લોનના EMIની ચૂકવણી કરી છે, તે જ લોકોને આ સ્કીમનો ફાયદો મળશે. આ ઉપરાંત ફિક્સ્ડ ડિપોઝિટ, શેર અને બોન્ડ પર લેવામાં આવેલી લોન ઉપર પણ રાહત મળશે નહીં.

વ્યાજ પર વ્યાજ માફી યોજના પર વિત્ત મંત્રાલય દ્વારા જાહેર FAQમાં કહેવામાં આવ્યું છે કે, તેના હેઠળ MSME લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડનું દેવું, ઓટો લોન, પર્સનલ લોન પર રાહત આપવામાં આવશે. રેટિંગ એજન્સી ક્રિસિલના અનુસાર નાની લોન પર કમ્પાઉન્ડ વ્યાજ પર છૂટથી લગભગ 75 ટકા ગ્રાહકોને ફાયદો થશે. તેનાથી સરકારી તિજોરી પર લગભગ 6500 કરોડ રૂપિયાનો બોજ પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post