ગાયનું દૂધ ફાયદાકારક છે કે નુકશાનકારક- આ લેખ વાંચી તમે પણ ચોંકી ઉઠશો

Share post

શું ગાયનું દૂધ એ મનુષ્યનાં ખોરાકનો ભાગ હોવું જોઈએ? એ મનુષ્યની માટે કેટલું સ્વાસ્થ્યવર્ધક છે ? હજારો વર્ષો અગાઉ ગાયને પાળવાની શરૂઆત થઈ હતી ત્યારથી જ એનું દૂધ તેમજ એમાંથી બનતી ચીજ-વસ્તુ આપણા ભોજનનો ભાગ છે. ઘણાં નિષ્ણાતોનું માનવું છે, કે કુલ 10,000 વર્ષોથી આ દૂધ તેમજ એમાંથી બનતી ચીજ-વસ્તુઓને આપણે ખોરાકમાં પણ સામેલ કરી દીધી છે.

જો, કે ઘણાં લોકો તો ગાયનાં દૂધને મનુષ્યનાં સ્વાસ્થ્યની માટે સારું નથી માનતા. આવા લોકો હવે વિશ્વનું ઘણું ધ્યાન ખેંચવા લાગ્યા છે. આ જ કારણ છે, કે એની માંગમાં પણ સતત ઘટાડો થતો જાય છે એ પણ ખુબ જ ઝડપથી.અમેરિકાનાં કૃષિવિભાગ  વર્ષ 1970 પછી દેશમાં ગાયનાં દૂધની માંગમાં કુલ 40% નો ઘટાડો પણ આવ્યો છે.

ઘણાં લોકો તો એવું પણ માને છે, કે આ ઘટાડો માત્ર દૂધનાં વિકલ્પોને લીધે જ થયો છે. જેમ કે સોયા મિલ્ક તેમજ બદામ મિલ્ક વગેરે. શાકાહારી બનવાનાં ચલણને લીધે એની માંગ પ્રભાવિત થઈ છે. શાકાહારી એ લોકો હોય છે, કે જે માંસ તથા પશુઓની સાથે સંકળાયેલ કોઈપણ ખાદ્ય પદાર્થોનું સેવન કરતાં નથી.

એમાં દૂધ તેમજ ઇંડા પણ સામેલ છે. આની સિવાય વિશ્વની અંદાજે કુલ 65% ની વસતિમાં લેક્ટોઝ એટલે કે દૂધમાં મળનારી સુગરને પચાવવાની સીમિત ક્ષમતા હોવાને લીધે પણ માંગમાં ખુબ ભારે ઘટાડો થયો છે. હવે એ પ્રશ્ન થાય છે, કે દૂધ એ સ્વાસ્થ્યની માટે ફાયદાકારક છે કે નહીં. શું એનાંથી શરીર પર પડનાર પ્રભાવથી બચવા માટે એનો ઉપયોગ અટકાવવો જોઈએ ?

સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારક છે દૂધ ?
પ્રથમ એનાં પર વાત કરીએ, કે દૂધ મનુષ્યનાં સ્વાસ્થ્યની માટે કેટલું ફાયદાકારક છે. બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા એટલે કે NHS પ્રમાણે ગાયનું દૂધ તથા એમાંથી બનતી ચીજ-વસ્તુ જેવી કે પનીર, દહીં, માખણ વધુ પ્રમાણમાં કૅલ્શિયમ તેમજ પ્રોટીન પણ આપે છે. જે સંતુલિત આહારની માટે ખુબ જ જરૂરી છે.

અમેરિકાનાં ન્યુટ્રિશનિસ્ટ ડોનાલ્ડ હેંસરડ જણાવતાં કહે છે, કે કૅલ્શિયમ તથા પ્રોટીનની સિવાય દૂધમાં ઘણાં પ્રકારનાં વિટામિન રહેલાં હોય છે. દૂધ એ વિટામિન A તેમજ D ની માટે ખૂબ જ સારો એવો સ્રોત રહેલો છે. તેઓ સમજાવે છે, તમારે એ સ્પષ્ટ કરવું ખુબ જ જરૂરી છે, કે ગાયનું એ દૂધ પૌષ્ટિક તથા સ્વાસ્થ્યની માટે ખુબ જ લાભદાયક છે પણ એ એટલું આવશ્યક નથી જેટલું એને વર્ષોથી દર્શાવવામાં આવ્યુ છે.

બ્રિટિશ ન્યુટ્રિશન ફાઉન્ડેશન અનુસાર, બાળકો તેમજ મોટા લોકોને જેટલાં પ્રમાણમાં આયર્ન, કૅલ્શિયમ, વિટામિન, ઝિંક તેમજ આયોડીનની જરૂરિયાત રહેલી છે, એ એમનાં બીજાં આહારમાંથી પણ પૂરતી માત્રામાં મળી નથી રહેતાં, જે દૂધમાં જોવાં મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post