સંતાનપ્રાપ્તિ માટે મહિલાઓએ અવશ્યપણે કરવું જોઈએ ‘ગોવત્સ બારસ’ વ્રતનું પાલન -જાણો વ્રત અને પૂજા વિધિ
થોડા જ દિવસ બાદ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે પરંતુ દિવાળી આવે એની પહેલાં 12 નવેમ્બર એટલે કે, ગુરુવારનાં રોજ ગોવત્સ બારસનું વ્રત કરવામાં આવશે. આ વ્રતમાં ગાય તેમજ એના વાછરડાની પૂજા કરવામાં આવે છે. ભવિષ્ય પુરાણ મુજબ ગાય લક્ષ્મીજીનું સ્વરૂપ છે. ગાયની આંખમાં સૂર્ય-ચંદ્ર, મુખમાં રૂદ્ર, ગળામાં વિષ્ણુ, શરીરમાં વચ્ચે તમામ દેવી-દેવતા તેમજ પાછળના ભાગમાં બ્રહ્માનો વાસ રહેલો હોય છે એટલે કે, ગાય તથા એના વાછરડાની પૂજા કરવાંથી લક્ષ્મીજી સહિત તમામ દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. મહિલાઓ આ વ્રત પોતાના પરિવારની સમૃદ્ધિ તથા સારા સ્વાસ્થ્યની મનોકામના માટે કરે છે.
વ્રત તથા પૂજા વિધિ :
આ વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને વ્રત તથા પૂજાનો સંકલ્પ લે છે. શુભ મુહૂર્તમાં ગાય તથા એના વાછરડાની પૂજા કરવામાં આવે છે. ગાયને લીલું ઘાસ તેમજ રોટલી સહિત અમુક વાનગીઓ ખવડાવવામાં આવે છે. ગાય તથા વાછરડાને સજાવવામાં આવે છે. આ દિવસે ગાયના દૂધ તેમજ એમાંથી બનાવવામાં આવેલ વસ્તુનું સેવન કરવામાં આવતું નથી.
ગાયનું બધું દૂધ એના વાછરડા માટે રાખવામાં આવે છે. ભેંસના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજા કર્ય બાદ ઘરમાં મોટાભાગે બાજરાની રોટલી તથા અંકુરિત અનાજનું શાક બનાવવામાં આવે છે. આ દિવસે જો ક્યાંય પણ ગાય તથા વાછરડું મળે નહીં તો ચાંદી અથવા તો માટીથી બનાવવામાં આવેલ વાછરડાની પૂજા કરી શકાય છે.
પરિવારની સમૃદ્ધિ તથા સારા સ્વાસ્થ્ય માટેનું વ્રત :
ગાય તથા વાછરડાની પૂજા કરવાંથી સ્ત્રીઓને બાળકનું સુખ મળે છે. બાળકના સારા સ્વાસ્થ્ય તથા લાંબી ઉંમર માટે પણ આ વ્રત કરવામાં આવે છે. પુરાણોમાં આ વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ દિવસે જે કોઈપણ ઘરની સ્ત્રી ગૌમાતાની પૂજા કરે છે એમનો પરિવાર સમૃદ્ધ રહે છે. આ દિવસે ગાયને રોટલી તથા લીલું ઘાસ ખવડાવીને સંતુષ્ટ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આવા પરિવારમાં ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી. ગાય તથા વાછરડાની પૂજા કરવાથી તમામ દેવી-દેવતા પ્રસન્ન થાય છે તેમજ જાણ્યે-અજાણ્યે થયેલ તમામ પાપ દૂર થઈ જાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…