કોરોનાથી વધુ ખતરનાક છે પાકમાં થતો આ રોગ, ખેતી કરતા ખેડૂતોને આવ્યો રડવાનો વારો…

Share post

આપણા દેશમાં ખેડૂતો વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરી રહ્યાં છે. હાલમાં સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારી ચાલી છે. જો કે, કેળાની ખેતી કરતાં તમામ ખેડૂતોને કોરોના કરતાં પણ વધુ બીજો અન્ય રોગનો ભય લાગે છે. કારણ કે, આ રોગ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવવાની સાથે જ એમને આર્થિક રીતે બરબાદ પણ કરી રહ્યો છે. કેળાનાં છોડને આ રોગ ભરડામાં લેતાંની સાથે જ ઉભા છોડ સુકાઈ જવાં લાગે છે.

‘સિગાટોકા’ આ નામનો રોગ આજકાલ બોડેલી તાલુકામાં રહેતાં ખેડૂતોને કોરોના કરતાં પણ વધુ ડરાવી રહ્યો છે. કારણ કે, આ સિગાટોકા રોગ ખેડૂતના ખેતરમાં કેળાનાં ઉભા છોડને સંપૂર્ણપણે સુકવી નાંખે છે. સરકાર ખેડૂતોને બાગાયતી ખેતી બાજુ વાળવા પ્રોત્સાહન આપે છે. બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને સબસીડી પણ આપવામાં આવે છે. સરકારનાં પ્રયત્નથી કેળાની ખેતી બાજુ વળેલ બોડેલી તાલુકામાં રહેતાં ખેડૂતોને સિગાટોકાને લીધે રડવાનો વારો આવ્યો છે.

ચલામાલી, ટિંબરવા, મોરા ડુંગરી વિસ્તારના ખેડૂતોને સિગાટોકા નામનો વાયરસ ખેતીમાં ખુબ જ નુકશાન કરી રહ્યો છે. કુલ 10-12 કિમીના વિસ્તારમાં કેળાનાં ઊભા ખેતરો સુકાઈ ગયા છે . છોડ પર કેળા લાગી તો ગયા છે પરંતુ વાયરસ લાગી જતાં હવે બજારમાં વેચવા લાયક પણ રહ્યા નથી. કેળાની ખેતી કરતાં ખેડૂતોનું જણાવવું છે કે, હવે એમની ઉપજનાં વળતરમાં 1 રૂપિયો મળવાનો નથી. સરકાર દ્વારા સબસિડી તો આપવામાં આવે છે પરંતુ નુકશાનીનું વળતર પણ આપવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે છે.

પાકને કોઈ પ્રકારે નુકસાન ન થાય તેની માટે  બધી જ સાવધાની રાખી હોવાં છતાં પણ સિગાટોકા વાયરસે ખેડૂતોનાં તમામ છોડ સૂકવી દીધા છે. ખેડૂતો ચિંતિત થયેલાં છે પણ બાગાયત વિભાગનાં કોઈપણ અધિકારી હજુ સુમાંધી ખેતરની મુલાકાત લેવા માટે આવ્યા ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.મોંઘાદાટ કેળનાં ટીસ્યું ખેડૂતો લાવ્યા પછી ખેડૂતો ભારે જતનની સાથે કેળના છોડને ઉછેર્યા હતા પરંતુ સિગાટોકા વાયરસે પાકને સૂકવી નાંખ્યો છે.

ગરીબ ખેડૂતોએ સમગ્ર વર્ષ કુદરતનો માર ખાધો હવે ફરી એકવાર વાયરસને કારણે ખેતીમાં નુકશાની આવતા ખુબ જ ચિંતામાં પડી ગયા છે. ખેડૂતોને એમણે અગાઉ કરેલ દેવું કેમ કરીને ચૂકવશે એની મુંઝવણ રહેલી છે. અન્ય ખેતીમાં સરકાર નુકસાનીનું વળતર આપી રહી છે એ રીતે બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને પણ વળતર આપવામાં આવે એવી ખેડૂતોની માંગ રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post