ભારતીય મૂળની ઈંગ્લેન્ડની રૂપસુંદરી ભાષા, કોરોનાની સારવાર માટે ફરીથી બની ગઈ ડોક્ટર

Share post

કોરોનાવાયરસ સાથેની લડાઈમાં ફ્રન્ટ ફૂટ પર વિશ્વભરના ડોકટરો લડી રહ્યા છે. તેઓ હોસ્પિટલની અંદર દર્દીઓની સારવાર માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમ્યાન ઘણા ડોક્ટરો અને નર્સ ને પણ કોરોના થઈ ગયો હોવાના અહેવાલો આવી રહ્યા છે. પરંતુ તેઓ કોઇ યોદ્ધાની જેમ મોરચો સંભાળી ને ઊભા રહ્યા છે. અમે આજે એક એવા ડોક્ટરની વાત કરીશું, તેણે ગત વર્ષે જ 2019માં મિસ ઈંગ્લેન્ડ નો તાજ મેળવ્યો હતો અને ભારતીય સંસ્કૃતિ ના ગુણ તેનામાં હોવાને કારણે તેણે માનવતા વાદી પગલુ ઉઠાવ્યુ.

ભાષા મુખરજી મૂળ ભારતીય છે અને તે મંત્રની એક ખૂબ સારી ડોક્ટર છે. તેણે ગત વર્ષે જ મિસ ઈંગ્લેન્ડ નો ખિતાબ જીત્યો હતો. પરંતુ જ્યારે પોતાના દેશને કોરોનાવાયરસ ની લડાઈ માં જરૂર પડી ત્યારે તેણે પોતાનો તાજ મૂકી દીધો. અને ફરીથી કે ડૉક્ટર બનીને પોતાની જવાબદારી નિભાવી રહી છે. તે જે હોસ્પિટલમાં કામ કરી રહી હતી તે જ હોસ્પિટલમાં ફરી વાર તે ડોક્ટર બનવા જઈ રહી છે.

માત્ર ૨૪ વર્ષીય ભાષા મુખર્જી ઘણા દેશોમાં ચેરિટી માટે કામ કરી રહી છે, તે ગયા મહિને જ ભારત આવી હતી. અને આ દરમિયાન ઘણી શાળાઓમાં ગઈ હતી. તેણે શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકો અને અભ્યાસ ને લગતી ઘણી વસ્તુઓ દાન કરી હતી.

ભાષા મુખરજી નવ વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ પહોંચી હતી. જ્યાં તેણે પોતાનો અભ્યાસ કર્યો. પોતાના ડોક્ટર દોસ્તો પાસેથી પરિસ્થિતિના મેસેજ મળતા તે ફરીથી ડોક્ટરનો સફેદ કોટ પહેરીને કોરોના સામે લડવા માટે તૈયાર થઈ ગઈ. આપણા દેશ ની સંસ્કૃતિ રહી છે કે, બીજાના ભલામાં આપણું ભલું. તે વિચાર સાથે ફરી એકવાર ભાષા મુખરજીએ ભારતીય સંસ્કૃતિનું નામ ઉજાળ્યું છે.

ભાષાનું કહેવું છે કે, આ એક મુશ્કેલીનો સમય છે. તેને વિશ્વ સુંદરીનો તાજ પહેરી ને કરવો પસંદ નથી. તેની કરતાં પહેરીને હોસ્પિટલમાં લોકોની સેવા કરવી વધુ સારું છે. હું મારી બધી મહત્વકાંક્ષાઓ પાછળ મૂકીને ડોક્ટર બનીને મારી ફરજ નિભાવવા માંગું છું.

જણાવી દઈએ કે ડોક્ટરની સેવા શરૂ કરવા પહેલા ભાષા મુખરજી ચૌદ દિવસ સુધી સેલ્ફ કોરેન્ટાઈન રહી છે. જેથી નક્કી થઈ જાય કે તેને કોરોના નથી અને ત્યારબાદ તે જરૂરિયાતમંદ લોકોની સેવા કરી શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post