આ પતિ પત્ની રસોડા માંથી નીકળતા એઠવાડથી અનેક પ્રકારના ફળ-ફૂલ અને શાકભાજી ઉગાડે છે. જાણો કેવી રીતે?

Share post

દરેક ઘરની એક વાત કરીએ તો, રોજ જે જમવાનું બંને છે તેમાંથી વધેલું ફેંકી દેવામાં આવે છે. આ બધો એઠવાડ રોજ નાખી દેવામાં આવે છે. આ દરેક ઘરની સામાન્ય વાત છે. રસોડામાં રોજ શાકભાજી કે વધેલું ખાવાનું ફેંકવાને બદલે તમે આ એઠવાડનો સારી રીતે ઉપયોગ કેમ કરી શકો તે ચેન્નાઈમાં રહેતા એક કપલ પાસેથી શીખવા જેવું છે. ચેન્નાઈના થીરુવોત્રીયુર વિસ્તારમાં રહેતા આ કપલે પોતાના ઘરના ધાબા પર ગાર્ડન બનાવ્યું છે. આ ગાર્ડનમાં તેઓ રસોડામાંથી આવેલા એઠવાડનો ઉપયોગ ખાતર તરીકે કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમના ગાર્ડનમાં 50 પ્રકારના ઓર્ગેનિક ફ્રૂટ્સ, ફૂલો અને શાકભાજી ઉગે છે.

પૌલીન શ્યામા અને તેમના પતિ ગોપી નટરાજન છેલ્લા 23 વર્ષથી પોતાના ઘરના ધાબા પર આ રીતે ઈકો-ફ્રેન્ડલી ગાર્ડનનો વિકાસ કરી રહ્યા છે. ‘ધ બેટર ઈન્ડિયા’ સાથે વાત કરતા, પૌલીને જણાવતા કહ્યું છે કે, હું કેરળથી છું અને દરેક ઘરની જેમ અમારે પણ ઘરની પાછળ મોટો વરંડો હતો. હું નાની હતી ત્યારે મારા દાદા સાથે હંમેશા ગાર્ડનિંગમાં મદદ કરતી. તે સમયે કેમિકલનો ઉપયોગ એટલો વધારો નહોતો. અમે નારિયેળની છાલનો ખાતર તરીકે ઉપયોગ કરતા. મારો ગાર્ડનિંગનો પ્રેમ હજુ પણ એવો જ છે.

સાથે-સાથે તેઓ જણાવતા કહે છે, જો ભીના કચરાનો સારી રીતે ઉપયોગ કરી શકાય તો છોડના ખાતર તરીકે સારી રીતે ઉપયોગ થઈ શકે છે. મેં આ કચરામાંથી બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે ઘણા પ્રયોગો કર્યા. પૌલીને 1995માં ત્રણ કૂંડા ખરીદીને આ કામ શરૂ કર્યું હતું. તેઓ કહે છે, જે લોકો કૂંડા પર પૈસા ખર્ચવા ન ઈચ્છતા હોય તેઓ પ્લાસ્ટિકની ડોલનો ઉપયોગ કરી શકે છે.

કીચન વેસ્ટમાંથી ખાતર બનાવવાના ચાર સ્ટેપ્સ

કૂંડાના સૌથી નીચેના ભાગમાં કીચન વેસ્ટ (વધેલો એંઠવાડ) મૂકીને એક લેયર બનાવો.

આ લેયરને નારિયેળની સૂકી છાલ અથવા માટીથી કવર કરો. આમ કૂંડું ન ભરાય ત્યાં સુધી આવા લેયર બનાવી લો.

આ લેયરને દર બે દિવસ મિક્સ કરો અને તેમાં સૌથી ઉપરના ભાગે છાસ નાખો.

આ મિક્સરને 40-60 દિવસ સુધી રાખો.

આ પ્રોસેસને ચાલુ રાખીને પૌલીન દર 30 દિવસે અંદરથી વસ્તુ બદલીને નવા વેસ્ટથી કૂંડું ભરી દે છે.

પૌલીનના ટેરેસ ગાર્ડનમાં હાલ 75 કૂંડા છે જેમાં દાડમ, ટામેટા સહિતના ઓર્ગેનિક ફળ અને શાકભાજી ઉગે છે. ઘરમાંથી નીકળતી પ્લાસ્ટિકની બોટલને પણ ફેંકવાના બદલે તેમાંથી છોડ માટે કૂંડું બનાવવા અથવા રિસાયકલ કરવા માટે અપાય છે. આટલું જ નહીં પાણીની જરૂરિયાત માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બે પાઈપ મૂકવામાં આવી છે. વરસાદનું આ પાણી પાઈપ મારફતે છેત બોરમાં જાય છે. પાણીમાંથી કચરો દૂર કરવા માટે કાંકરા પાથરવામાં આવ્યા છે. આવા નાના પ્રયાસોથી પૌલીનના ઘરમાં વપરાશ માટે પાણીની જરૂરિયાત પૂરી થઈ રહે છે. આ કારણે આસપાસના લોકો જ્યારે પાણીની તંગીનો સામનો કરતા હોય છે ત્યારે પણ તેમને જરૂરિયાત જેટલું પાણી મળી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે પૌલીનના ઘરમાં કરાયેલા આ પ્રયાસથી પક્ષીઓ અને ખીસકોલીઓ બગીચામાં આવતા રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post