ગુજરાતના આ તાલુકાના વિવિધ ગામના ખેડૂતોને મફતમાં કપાસના બિયારણનું વિતરણ કરાયું

Share post

કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ ખાતે “સ્ટ્રેન્ધનીંગ ઓફ એડેપ્ટીવ રિસર્ચ ઈન ઓલ એગ્રો કલાઈમેટિક ઝોન ઓફ એ.એ.યુ.” યોજનાને અંતર્ગત પહેલું હરોળ નિદર્શન એટલે કે FLD ગોઠવવા માટે તમામ ખેડૂતને કપાસની એટલે કે GADC-2 બિયારણની કીટનું પણ વિતરણ કરવામાં આવે છે.તે અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટીની સાથે સંકળાયેલ અમદાવાદ જિલ્લાના અરણેજ કેન્દ્ર દ્વારા કપાસના આ નવા બિયારણને ધોળકા તાલુકાના તમામ ગામોના ખેડૂતોને જ વિતરણ કરવામાં આવ્યું હતું.

ખેડૂતોમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા શોધાયેલ બિયારણની ભારે માંગ રહેલ છે. જેને લક્ષ્યમાં લઇને નજીકના ગામોને પણ તેનો લાભ ઘર-આંગણે જ મળી રહે તેવા હેતુથી જ સંશોધન કેન્દ્ર ખાતેથી જ કપાસના આ બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ધોળકા તાલુકાના પણ ધોળી, વારણા, ગુંદી, કેસરગઢ, કમિયાળા તથા જવારજ ગામના ખેડૂતોને પણ કૃષિ સંશોધન કેન્દ્ર, આકૃ.યુ., અરણેજ ખાતે બોલાવીને કપાસની આ  બિયારણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને જુદાં-જુદાં જૂથમાં જ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. આ વિતરણ કરતી વખતે કેન્દ્રના વડા સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. P.H. ગોધાણી તેમજ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. C.J. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક શ્રી N.R. બુંબડિયા અને એગ્રી એન્જિનીયર શ્રી S.B. વિંઝુડા અને સંશોધન સહાયક શ્રી R.K. પટેલ પણ હાજર રહ્યા હતા.

આ કૃષિ કીટ વિતરણનાં કાર્યક્રમમાં કેન્દ્રના વડા સહ સંશોધન વૈજ્ઞાનિક, ડો. P.H. ગોધાણી દ્વારા ખેડૂતોનું સ્વાગત કરીને જ કપાસની એટલે કે GADC-2 ના પાકની નવી જાતના ગુણધર્મો, ખાસિયત તથા તેની વૈજ્ઞાનિક ઢબ પર ખેતી વિશેનું સૂચન પણ આપવામાં આવ્યું હતું.

શ્રી C.J . પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકોએ કપાસના પાકમાં જમીન તથા ખાતર વ્યવસ્થાપનની જાણકારી આપી હતી. શ્રી N. R. બુંબડિયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકએ કપાસના પાકોમાં મુખ્ય તત્વો, ગૌણ તત્વો તથા સૂક્ષ્મ તત્વોનું મહત્વ અને શ્રી R.K. પટેલ, સંશોધન સહાયકે કપાસના સજીવ ખેતી પદ્ધતિ અને નાડેપ કમ્પોસ્ટ બનાવવાનું સૂચન પણ આપ્યું હતું. એગ્રી એન્જિનીયર શ્રી S.B. વિંઝુડા દ્વારા કપાસના પાકમાં પિયતને વિશે પણ સૂચન આપવામાં આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post