શું ખેડૂતોને પાકના બરાબર ભાવ નથી મળી રહ્યા ?- તો આ રીતે આવક થશે ડબલ

Share post

ગયું વર્ષ ખેડૂતો માટે ખુબ ખરાબ નીવડ્યું હતું. દરેક ખેડૂતોને ઉમ્મીદ હતી કે આવનારું વર્ષ તેમના માટે ખુબ સારું હશે એવી અપેક્ષા હતી. પણ આ વર્ષે પણ ખેડૂતો માટે માઠા સમાચાર આવી  પહોચ્યા છે. ખેડૂતો માટે મુખ્ય પાક ગણાતો એવો કપાસ, જે આ પાકને તેની મહેનત અનુશાર ભાવ નથી મળી રહ્યા.

કપાસના પાક માટે આ નવું વર્ષ પણ ખેડૂતો માટે નબળું સાબિત થવાની પુરેપુરી શક્યતા છે. ચીનની સુસ્ત માંગ વચ્ચે ભારતીના બજારમાં કપાસના ભાવ વૈશ્વિક બજારની તુલનાએ ઉંચા હોવા જોઇએ તેવી વિદેશી ખરીદી થઇ રહી નથી. હવે આ પરિસ્થિતિમાં કપાસના ભાવ દબાણ વધવાના સંજોગો સર્જાયા છે. તદઉપરાંત ચીનની નબળી માંગ તેમજ સરકારની પાસે મોટા પ્રમાણમાં સ્ટોક હોવાથી કપાસના ભાવ છેલ્લા બે અઠવાડિયામાં 3 ટકા જેટલા તૂટ્યા છે અને આવનારા બે મહિનામાં તેમાં મોટી તેજીની સંભાવના દેખાતી નથી.

કોર્ટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(CCI)એ અત્યાર સુધી 40 લાખ ગાંસડી ની પ્રાપ્તિ કરી છે જ્યાર સીસીઆઇનો પ્રાપ્તિ લક્ષ્યાંક 100 લાખ ગાંસડીનો છે. 1 ગાંસડી એટલે 170 કિલો આસપાસ થાય છે. સરકારે દેશમાં ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન 322.6 લાખ ગાંસડી થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.  ઇન્ડિયાનિવેશ કોમોડિટીઝના ડિરેક્ટર મનોજકુમાર જૈને જણાવતા કહ્યું છે કે, લઘુત્તમ ટેકાના ભાવ ઉંચા હોવાથી ભારતીય કપાસ વૈશ્વિક બજારની તુલનામાં 5 ટકા મોંઘું છે. આ કારણે જ તે વૈશ્વિક બજારમાં પ્રતિસ્પર્ધી રહ્યું નથી, ચીનની મંદ માંગ તેમજ દેશમાં જથ્થો વધવાથી કપાસના ભાવ સુસ્ત પડી ગયા છે અને તેમાં નરમાઇ દેખાઇ રહી છે.

કપાસના ભાવ હાલમાં 19,400 રૂપિયા પ્રતિ ગાંસડીની આસપાસ આવી ગયા છે. આવી રીતે કોર્ટન સીડ ઓઇલ કેક (કપાસિયા ખોળ) પણ જે નવેમ્બર 2019માં 2427 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતું તે હવે 1991 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગયું છે. પરંતુ પશુ આહારની વધેલી ઉપલબ્ધતાથી કોટન સીડ ઓઇલ કેકની માંગ ઘટી છે જેના પગલે તેના ભાવ ઘટ્યા છે. આગામી બે દિવસોમાં કોટન સીડ ઓઇલ કેકના ભાવ 4-5 ટકા હજી ઘટી શકે છે.

ચાલુ કોટન પાક વર્ષે 20 લાખ ગાંસડીથી વધારે કપાસની નિકાસ થઇ ચૂકી છે તેમજ વધુ 25-30 લાખ ગાંસડીની નિકાસ થવાની સંભાવના છે. આવી રીતે આ નિકાસ ગત વર્ષની સમકક્ષ રહેશે જો ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની તુલનામાં મજબૂત થશે તો આપણી નિકાસમાં વધારો થવાની અપેક્ષા છે.  કોમોડિટી એક્સચેન્જ એનસીડીઇએક્સ ખાતે કોટન સીડ ઓઇલ કેક ફેબ્રુઆરી વાયદો ચાલુ સપ્તાહના અંતમાં ઘટીને 1928 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે એમસીક્સ ખાતો કપાસનો ફેબ્રુઆરી વાયદો 19350 રૂપિયા પ્રતિ ગાંસડી બંધ થયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post