ભારે વરસાદથી આ જીલ્લામાં કપાસનો સંપૂર્ણ પાક નિષ્ફળ -ખેડૂતોને મસમોટું નુકશાન

Share post

હાલમાં સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદને કારણે ઘણાં ચેકડેમો તેમજ જળાશયો ઓવરફલો થઈ ચુક્યા છે. અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને પણ ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. હાલમાં આવી જ એક જાણકારી લઈને આવ્યા છીએ.અમરેલી જિલ્લો કૃષિ પ્રધાન હોવાથી ખેતીનાં પાકો નિષ્ફળ જવાંને કારણે અર્થતંત્રને માઠી અસર થશે.

અમરેલી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં અતિવૃષ્ટિ જેવો માહોલ ઉભો થઈ જતાં જિલ્લામાં ખેતીપાકોને મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતો સહિત તમામ લોકોમાં ચિંતાનો માહોલ જોવાં મળી રહૃાો છે. અમરેલી જિલ્લાનું સંપૂર્ણ અર્થતંત્ર કૃષિ આધારિત હોય છે. જો સંપૂર્ણ માત્રામાં સમયસર વરસાદ પડે તો કૃષિ ઉત્પાદન વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય, જેનાં વેચાણ દ્વારા જિલ્લામાં આર્થિક હરિયાળી સર્જાતી હોય છે. મોટાભાગનાં ધંધા-વેપાર કૃષિ આધારિત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ હોય છે.

અમરેલી જિલ્લામાં બીજાં કોઈ ઉદ્યોગોનું અસ્તિત્વ રહેલું નથી. ઘણાં દાયકા અગાઉ હીરા ઉદ્યોગમાં હજારો યુવાનો રોજગારી મેળવતાં હતાં એ ઉદ્યોગ પણ બંધ જેવી પરીસ્થિતિમાં જોવાં મળી રહ્યાં છે. આ દરમિયાન ચાલું મૌસમમાં અતિભારે વરસાદને કારણે ખેતીનાં પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતોની ઉપરાંત શ્રમિકો તથા નાના-મોટા વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવાં મળી રહૃાો છે. આવા સમયે સરકારે યુઘ્ધનાં ધોરણે ખેડૂતોને આર્થિક સહાય કરવી જોઈએ.

આ દરમિયાન ધારી પંથકમાં અતિવૃષ્ટિને લીધે ગ્રામિણ વિસ્તારમાં ખેતીને ઘણું નુકસાન થયું છે. ધારી તાલુકામાં આવેલ હરીપરામાં સતત વરસાદ પડવાને લીધે ખેડૂતોનાં પાકને મોટાં પ્રમાણમાં નુકસાન થયું છે. હરીપરાનાં કિશોરભાઈ રૂડાણીએ કપાસનું વાવેતર કર્યુ હતું પણ સતત પડેલ વરસાદને લીધે એમનો ઉભો પાક નાશ થઈ ગયો હતો. કપાસની કોઈ ઉપજ આવે એમ ન હોય આજે એમણે કપાસનાં પાકમાં માલઢોર ચરણ કરાવ્યું હતું. તેમણે જણાવતાં કહ્યું હતું કે, આ પરીસ્થિતિને કારણે કપાસ ઉતરે એમ નથી. સરકારે ખેડૂતોની સહાય કરવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post