બહુમાળી અને ઊંચા મકાનોમાં રહેનારા લોકો માટે કોરોનાનું જોખમ વધશે- જાણો કેવી રીતે?

Share post

કોરોનાએ સમગ્ર દુનિયામાં પોતાનો કહેર મચાવ્યો છે. આજના એટલે કે હાલના સમયમાં કોરોના વાયુવેગે સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યો છે અને લોકોને સંક્રમિત કરી રહ્યો છે. હાલ અસંખ્ય લોકો કોરોનાની જપેટમાં આવી ગયા છે અને લાખો લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. અને મોતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલ લોકો પણ ધીમે ધીમે કોરોના સામે લડવા જાગૃત થવા લાગ્યા છે અને કોરોનાથી બચવા દરેક વાતોનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે અને પોતાની અને પોતાના પરિવારની સારસંભાળ રાખી રહ્યા છે જેથી તેમને કોરોના સામે લડવામાં સરળતા રહે અને કોરોનાથી બચી શકાય. હાલ લોકો દરેક વાતોનું ચીવટથી ધ્યાન રાખી રહ્યા છે પણ અહિયાં એક ચોંકાવનારો અભ્યાસ બહાર આવ્યો છે અને એ છે કે જે લોકો બહુમાળી ઇમારતોમાં રહે છે તેવા લોકોને કોરોનાનો વધુ ભય હોય છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું કે, ઊંચા મકાનોમાં રહેનારા લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થવાની સંભાવના વધારે હોય છે. આ વાતનું યોગ્ય કારણ પણ લોકોની સામે આવ્યું છે. આ કારણ એ છે કે, એક જ જગ્યાએથી દરેક ઘરમાં પાણીનું સપ્લાઈ થાય છે. મકાનનું પાણી અને સીવરેજ સિસ્ટમથી કોરોના ફેલાવાનું જોખમ વધારેમાં વધારે છે. સ્કોટલેન્ટની હેરિયટ વોટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ મોટો ખુલાશો કર્યો છે. હેરિયટ વોટ યુનિવર્સિટીમાં વોટર એકેડેમીના ડાયરેક્ટર માઈકલ ગોમ્લેએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, મોટા અને ઊંચા(બહુમાળી) મકાનોમાં રહેનારાઓ માટે કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ વધારે છે. કારણ કે ત્યાં પાણીની સપ્લાઈ એક જ જગ્યાએથી થાય છે. સાથે-સાથે જ આ જોખમ કોરોના અથવા અન્ય હોસ્પિટલમાં એડમિટ લોકો માટે પણ છે. યૂનિવર્સલ સાયન્સ ડોટ કોમમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, માણસોથી માણસોમાં સંક્રમણ ફેલાવાની વાત તો હાલના સમયમાં સામાન્ય બની છે, પરંતુ પાણીના સપ્લાઈ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવું એક અમાન્ય પરંતુ સંભવ થઈ શકનારી વાત છે. અને આ વાતનું જો યોગ્ય ધ્યાન નહિ દોર્યું તો આ વાત ખુબ જોખમ ઉભું કરી શકે છે.

હેરિયટ વોટ યુનિવર્સિટીમાં વોટર એકેડેમીના ડાયરેક્ટર માઈકલ ગોમ્લેએ જણાવતા કહ્યું હતું કે, જો કોઈનું મકાન પ્લમ્બિંગ સિસ્ટમમાં વાયરસનું સંક્રમણ ફેલાય છે તો તે મુશ્કેલી ભરી વાત સાબિત થઇ શકે છે. સાથે-સાથે માઈકલ ગોમ્લેએ જણાવતા કહ્યું હતું કે, 2003માં હોંગકોંગમાં એમોય ગાર્ડન્સ નામના એક મકાનમાં સાર્સ વાયરસ આવી રીતે જ ફેલાયો હતો. એમોય ગાર્ડન્સમાં 33 થી 41 માળના ઊંચા ઊંચા મકાનો હતા. તેમાં લગભગ 19 હજારથી વધારે લોકો રહેતા હતા. જ્યારે સાર્સ વાયરસ ઝડપથી ફેલાયો તો તેમાં રહેતા 300 લોકો સંક્રમિત થઈ ગયા, જ્યારે 42 લોકોના મોત પણ થઈ ગયા હતા.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આપેલા રિપોર્ટ અનુસાર, એમોય ગાર્ડન્સમાં સાર્સ મહામારી પાણી સપ્લાઈવાળા પાઈપ દ્વારા ફેલાઈ હતી.  એવું એટલા માટે થયું કારણ કે સિંક અને ટોયલેટમાં U આકારનો પાઈપ લાગેલો હતો. આ પાઈપોમાં જમા થતું પાણી એરબોર્ન ડિસીઝ બની જાય છે. સીવરેજમાંથી ઉઠેલા સાર્સ વાયરસ મકાનોના એ U આકારમાં જઈને બેસી ગયા. જ્યારે પાણીનું સપ્લાઈ થયું તો ઘણાબધા બધા લોકો બીમાર થઈ ગયા. માઈકલ ગોમ્લેએ જણાવતા કહ્યું હતું કે, અમે એ મકાનની સ્ટડી ઘણા વર્ષો સુધી કરી હતી. અમે બે મકાનોની વોટર સપ્લાઈ લાઈન અને સીવરેજ લાઈનની તપાસ કરી તો અમે આ તારણ મેળવ્યું છે.

હેરિયટ વોટ યુનિવર્સિટીમાં વોટર એકેડેમીના ડાયરેક્ટર માઈકલ ગોમ્લેએ જણાવતા કહ્યું હતું કે, સાર્સની જેમ કોરોના વાયરસ પણ આ રીતે જ ફેલાઈ શકે છે. કારણ કે જ્યારે U આકારના પાઈપ સાથે હવા અથડાય છે તો તેમાં રહેલો વાયરસ પાણીના નાના ટીપાઓ દ્વરા બહાર નીકળીને સંક્રમણ ફેલાવે છે. તેમાં માત્ર કોરોના વાયરસ જ નહીં અન્ય સંક્રામક બીમારીઓ પણ ફેલાવાનું જોખમ રહે છે. માઈકલે કહ્યું કે જો બાથરૂમમાંથી દુર્ગંધ આવે તો તરત પાઈપની તપાસ કરાવો. ક્યારેય પણ ટોયલેટના U આકારના પાઈપને ખુલ્લો ન છોડો. તેને સીલબંધ કરી દો. જો પાઈપમાં ક્રેક કે તિરાડ નજરે પડે તો તરત બંધ કરાવી દો. મકાનોના મેન્ટેનન્સ કરનારાઓને જોઈએ કે સમય-સમય પર મકાનોના પાઈપોની તપાસ કરે તે જરૂરી છે. ડિસઇન્ફેક્ટેડનો છંટકાવ કરો અને લોકોને કહો કે ઘરની પાઈપલાઈનની તપાસ કરાવે. જેના કારણે ફેલાતા વાયરસથી બચી શકાય. અને ઘણા લોકોને સંક્રમિત થતા અટકાવી શકાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post