ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 96,000 ને પાર, ૨૪ કલાકમાં સૌથી વધારે નવા કેસ સામે આવ્યા

Share post

કોરોનાવાયરસની વધતી સંખ્યાને નજરમાં રાખી દેશમાં લગાવવામાં આવે lockdown ના ચોથા ધોરણનો આજે પહેલો દિવસ છે.  એવામાં સોમવારે ભારતમાં કોરોનાવાયરસથી સંક્રમિત લોકોનો કુલ આંકડો 96 હજારને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કોરોનાવાયરસથી અત્યાર સુધી 3029 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 96169 થઈ ગઈ છે. તેમજ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાવાયરસ ના 5242 નવા દર્દીઓ સામે આવ્યા છે અને ૧૫૭ લોકોનો જીવ ગયો છે. કોરોનાવાયરસ ના 24 કલાકમાં આ મામલો અત્યાર સુધી સૌથી મોટો છે. જોકે મોટી વાત તો એ છે કે 36824 લોકો કોરોના ને હરાવી સફળ થયા છે.

Lockdown નો ચોથો ફેઝ આજથી શરૂ

આજથી કોરોનાવાયરસ lockdown નું ચોથુ ચરણ શરૂ થયું છે. લોક ડાઉનલોડનું આ ચરણ ૩૧ મે સુધી ચાલશે. ગૃહ મંત્રાલય રવિવારની સાંજે ગાઇડલાઇન જાહેર કરી. જેમાં જણાવવામાં આવ્યું કે ચોથા ચરણમાં કોને છૂટ  આપવામાં આવશે અને કોના પર પ્રતિબંધ ચાલુ રહેશે. Lockdown ના ચોથા ચરણમાં દરમિયાન દુકાનો અને બજારો ખોલવાની પરવાનગી આપવામાં આવશે. સ્થાનિક અધિકારીઓએ નક્કી કરવાનું રહેશે કે અલગ-અલગ સમય પર દુકાનો ખોલવામાં આવે જેનાથી સોશિયલ distance બની રહે. આ ઉપરાંત આંતરરાજ્ય બસોને અનુમતિ આપવામાં આવી. પહેલાની જેમ જ હવાઇ અને મેટ્રો સેવા, શોપિંગ મોલ, રેસ્ટોરેન્ટ વગેરે બંધ રહેશે. જોકે રેસ્ટોરન્ટ થી હોમ ડિલિવરી કરવામાં આવી શકશે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સૌથી વધારે અસર

કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સંક્રમિત નો આંકડો 30 હજારને પાર પહોંચી ગયો છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં રવિવારના રોજ કોરોના દર્દીઓના 2347 નવા કેસ સામે આવ્યા. જેનાથી સંક્ર્મીતો નો કુલ આંકડો તે 33 હજારને પાર પહોંચી ગયો. રાજ્યમાં કાલે 63 લોકોના મૃત્યુ થયા અને મૃત્યુનો કુલ આંકડો 1198 પહોંચી ગયો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post