ગુજરાતમાં કોરોના સાથે કૌભાંડનો પણ રાફડો ફાટ્યો- પાક વીમા મુદ્દે ખેડૂતોએ સરકારને ચારેબાજુથી ઘેરી

Share post

હાલમાં ગુજરાત રાજ્યમાં થોડા સમય પહેલા જ મનરેગા યોજનામાં કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે હવે બીજું આવું જ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પાક વીમા કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂત એકતા મંચે માણાવદર અને મુળી તાલુકામાંથી પાક વીમા કૌભાંડની પોલ ખોલી છે. જાણો શું છે વિગતો?

હાલમાં ગુજરાત રાજ્યમાં સતત બીજી વખત કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પાક વીમા કોભાંડ સામે આવ્યું છે. ખેડૂત એકતા મંચે માણાવદર અને મુળી તાલુકામાંથી પાક વીમા કૌભાંડની પોલ ખોલી છે. આ અંગે સાગર રબારીએ કહ્યું કે પાક વીમા યોજના શરૂઆતથી વિવાદમાં રહી છે. જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. અને માણાવદરનો આંકડો ખૂબ ચોંકાવનારો છે. તો રતનસિંહે કહ્યું કે પાક વીમા યોજનામાં સંતોષકારક કામગીરી નથી થઇ. અને પાક વીમો ખાઇ જનાર સામે પણ કામગીરી નથી કરાઇ. જૂનાગઢના માણાવદરમાં 76 હજાર 397 પાક વીમો ખેડૂતોને મળવા પાત્ર હતો.

ખેડૂતના જણવ્યા અનુસાર, સુરેન્દ્નનગર જિલ્લાના મુળી તાલુકામાં નિયમ મુજબ ટકાવારી પ્રમાણે 68.89% પાક વિમો મળવા પાત્ર હતો.જો કે સરકાર અને વીમા કંપની દ્વારા મુળી તાલુકામાં 11% પાક વીમો જાહેર કર્યો હતો.જેથી પાક વિમામાં 57.89. ટકા ભ્રષ્ટાચારની ટકાવારી છે.ખેડૂતોને પ્રતિ હેક્ટર દિઠ 55 હજાર 112 રૂપિયા પાકવીમો મળવા પાત્ર હતો.તેને પ્રતિ હેક્ટર દિઠ 8 હજાર 800  રૂપિયા પાક વીમો આપવામાં આવ્યો હતો. એટલે પ્રતિ હેક્ટરે 46 હજાર 312 રૂપિયા ખેડૂતોના હકક્ના પાક વિમા કંપની અને સરકાર ચાઉ કરી ગઇ છે.

અત્રે ઉલેખનીય છે કે, સરકારે અને વીમા કંપનીઓએ 14.20 ટકા વીમો જાહેર કર્યો હતો. અને ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.12,070 પાક વીમો અપાયો. જોકે, ખેડૂતોને 89.87 ટકા પાક વીમો મળવા પાત્ર થતો હતો. એટલે કે પાક વીમામાં 75.67 ટકા રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાયો છે. અને હેક્ટર દીઠ ખેડૂતોના હકના રૂ.64,327 કંપનીઓ ચાંઉ કરી ગઇ છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મુળીમાં પણ પાક વીમામાં કૌભાંડ થયું છે. નિયમ પ્રમાણે 68.89 ટકા પાક વીમો મળવા પાત્ર હતો પરંતુ સરકારે નિયમો નેવે મુકી 11 ટકા પાક વીમો જાહેર કર્યો હતો. અને ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.55,112 મળવા પાત્ર હતા તેની સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.8800 પાક વીમો અપાયો. એટલે કે હેક્ટર દીઠ રૂ.46,312 કંપનીઓ ચાંઉ કરી ગઇ જેને લઇ ખેડૂત એકતા મંચએ આરોપ કર્યો છે કે આ કૌભાંડમાં સરકાર સંડોવાયેલી છે. એક જિલ્લામાં 550 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. મોટામાથાની સંડોવણી વિના ભ્રષ્ટાચાર શક્ય નથી. એટલે જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…