કોરોનાને કારણે દરેક લોકોના ખરી રહ્યા છે વાળ, આ સરળ ઉપાયથી ઘરેબેઠા જ મળશે છુટકારો

Share post

કોરોના વાયરસનાં લક્ષણો દરેકમાં અલગ અલગ દેખાઈ આવ્યા છે. કેટલાક લોકોને ગળામાં દુખાવો, તાવ અને શરદીની ફરિયાદ હોય છે, અને કેટલાક લોકોમાં સુગંધ અને સ્વાદની ક્ષમતા અચાનક ઓછી થઈ જાય છે. આ બધા સિવાય હવે કોરોનાના દર્દીઓમાં એક બીજી બાબત પણ જોવા મળી રહી છે અને તે છે વાળનું  ખરવું. એક નવું અધ્યયન સમજાવે છે કે, કોરોના સંક્રમિત લોકો ને વાળ ખરવા ની ફરિયાદ કેમ આવે છે?

આ અધ્યયન માટે અમેરિકાની ઇન્ડિયન યુનિવર્સિટીના પ્રોફેસર ડો.નાતાલી લેમ્બર્ટની ટીમે ૧૫૦૦ લોકોનો સર્વે કર્યો હતો. સર્વેમાં સામેલ તમામ લોકો લાંબા સમયથી કોવિડ -૧૯ થી સંક્રમિત હતા અને સ્વસ્થ થયા પછી પણ વાયરસની અસર ઘણા દિવસો સુધી તેમના પર હતી. તે બધાએ વધુ પડતા વાળ ખરવાની ફરિયાદ કરી હતી.

સર્વેક્ષણમાં સંશોધનકારોએ જાણવા મળ્યું છે કે, વાળ ખરવા એ કોરોના વાયરસના ૨૫ લક્ષણોમાંનું એક છે. સર્વેમાં સામેલ ઘણા કોરોના દર્દીઓએ જણાવ્યું છે કે, તેમને ઉલટી અથવા શરદી કરતા વાળ ખરવાની સમસ્યા વધારે અનુભવાય છે. આ તમામ લોકોએ વર્ચુઅલ રીતે સર્વેમાં ભાગ લીધો હતો.

કારણ શું છે: નિષ્ણાતો કહે છે કે, બીમારીમાં વાળ ખરવાનું તણાવ અથવા ડીપ્રેસન થી સંબંધિત છે. આ સ્થિતિને “ટેલોજન એફ્લુવીયમ” પણ કહેવામાં આવે છે. ટેલોજન એફ્લુવીયમમાં વાળ ઘણા ઝડપથી ઉતરે છે.

આ ઉપરાંત સંક્રમણ દરમિયાન શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ રહે છે, જેના કારણે પણ વાળ ખરવા લાગે છે. જો કે, કોરોના વાયરસના સંબંધમાં આ બંને બાબતોનો વધુ અભ્યાસ કરવાની જરૂર છે.

નિષ્ણાતો કહે છે કે, વાળ ફક્ત થોડા સમય માટે ખરે છે.આને ટાળવા માટે કોરોના દર્દીઓએ તણાવ ન લેવું જોઈએ. આ સિવાય આહાર પર પણ ધ્યાન આપવું જોઈએ. આયર્ન અને વિટામિન ડી યુક્ત ખોરાક  ખાઓ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરો. થોડા દિવસો પછી વાળ ખરવાની સમસ્યા આપમેળે નાબૂદ થઈ જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post