૩૦ કરોડથી વધારે લોકોના ખાતામાં પૈસા પહોંચ્યા, શું તમારા ખાતામાં આવ્યા પૈસા? જાણો આવી રીતે

Share post

વિપક્ષના આરોપ પર પલટવાર કરતા વિત રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પ્રવાસી મજૂરોને ઘર પહોંચાડવા માટે ચલાવવામાં આવી છે. જે રાજ્ય જેટલી ટ્રેન માંગી એટલી આપવામાં આવી છે. તેનો 85% ખર્ચો કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે. 25 કરોડ લોકોને મફતમાં ઘઉં અને ચોખા આપવામાં આવ્યા છે.

તેમજ નાણામંત્રી સીતારમણે કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત 8.19 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપવામાં આવ્યા છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ ઉપરાંત દેશના ૨૦ કરોડ જનધન ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 500-500 રૂપિયા મોકલવામાં આવ્યા. ઉજ્વલા યોજના અંતર્ગત 6.81 કરોડ રસોઈ ગેસ ધારકોને મફતમાં સિલિન્ડર આપવામાં આવ્યા. આ ઉપરાંત ૨.૨૦ કરોડ નિર્માણ મજૂરોને સીધા તેમના ખાતામાં પૈસા આપવામાં આવ્યા.

નાણા મંત્રીએ કહ્યું કે મજૂરોને તેમના રાજ્ય સુધી પહોંચાડવા માટે 85 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર આપી રહી છે. મજૂરોને ટ્રેનમાં જમવાનું આપવામાં આવી રહ્યું છે.

નાણા મંત્રીએ કહ્યું કે કોરોનાવાયરસ સામે લડવા માટે સ્વાસ્થ્ય વિભાગ ને પંદર હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ટેસ્ટિંગ કિટ માટે 550 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.કોરોના સામે લડાઇ લડી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ માટે ૫૦ લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમા ની જાહેરાત કરવામાં આવી છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૃપિયાના આર્થિક પેકેજ સાથે જોડાયેલી પાંચમી અને છેલ્લા ત્રણ ની જાહેરાત કરતા કહ્યું કે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મુશ્કેલીના સમયમાં બદલવાની જરૂર છે. તેના આધારે આર્થિક પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે.

 


Share post