નદીમાં હાથ-પગ ધોવા ગયેલા ખેડૂત પર કર્યો મગરે જાનલેવા હુમલો, જમણો હાથ મગરના મો માં અને પછી…

Share post

સામાન્ય રીતે ગુજરાતમાં મગરોને કારણે લોકોના જીવ જતા નથી, પણ અહિયાં એક એવી ઘટના સામે આવી છે, જેને જાણી તમે આ ખેડૂતને શાબાશી આપશો. આ ખેડૂત મગરના મોમાં આવી ગયો હતો પરંતુ ભારે હિમત કરી મગરનો સામનો કરી તેણે મગરના મોઠા માંથી હાથ છોડાવ્યો હતો અને પોતાનો જીવ બચાવ્યો હતો. ગુજરાત રાજ્યના વડોદરામાં આ ઘટના બની છે. કે એક ખેડૂત મજૂર નદીમાં હાથ અને પગ ધોવા માટે ગયો હતો અને અચાનક જ મગરે તેના પણ હુમલો કર્યો હતો અને ખેડૂતનો હાથ મગરના મોઠામાં આવી ગયો હતો.

વાઘોડિયા તાલુકાના પાટીયાપુરા ગામની નવીનગરી પાસેથી પસાર થતી દેવ નદીમાં હાથ પગ ધોવા ગયેલા ખેત મજૂર ઉપર મગરે હુમલો કર્યો હતો. અને ખેડૂતને ગભીર ઈજા પંહોચી હતી. જોકે તેમણે ડર્યા વગર તે મગરનો સામનો કરવાનું નક્કી કર્યું હતું. તેઓએ હિંમત કરીને મગરના મોઢામાંથી હાથ છોડાવી લેતા જીવ બચી ગયો હતો. ગમે તેમ કરીને મારીમચોડીને પણ ખેડૂતે મગરના મોમાંથી પોતાનો જીવ બચાવ્યો હતો. મગરે કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત ખેતમજૂરને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આવા કપરા સમયે ખેડૂતે ડર્યા વગર મગરનો સામનો કર્યો અને…

ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પાટીયાપુરા ગામની નવીનગરીમાં રહેતા જગદીશભાઇ કાલિદાસ વસાવા બુધવારના રોજ આખો દિવસ કામ કર્યાં બાદ દેવ નદીમાં કિનારા ઉપર ઉભા રહીને હાથ પગ ધોઇ રહ્યા હતા. જગદીશભાઇ કાલિદાસ વસાવાની ઉંમર 46 વર્ષની હતી. આ સમયે પાણીમાંથી ધસી આવેલા મગરે તેમણો જમણો હાથ પકડીને પાણીમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, જગદીશભાઇએ મગરે કરેલા હુમલાથી ગભરાવાને બદલે પ્રતિકાર કરીને મગરના મોઢામાંથી હાથ છોડાવી લીધો હતો. પરંતુ, મગરની પૂંછડીથી છાતી અને પેટના ભાગે પણ ઇજાઓ પહોંચી હતી. મગરે કરેલા હુમલામાં ઇજા પામેલા જગદીશભાઇને પરિવારજનો વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હાલ તેઓને સારવાર આપવામાં આવી રહી છે. અને થોડા જ સમયમાં સ્વસ્થ પણ થઇ જશે અને પોતાના ઘરે પણ જઈ શકશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post