દેશમાં ક્યારે આવશે કોરોના વેક્સીન? સ્વતંત્રતા પર્વે PM મોદીએ કરી મોટી જાહેરાત

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ભારતમાં પણ આ મહામારી સતત વધતી જ જાય છે. લાખો લોકોનાં આ મહામારીને કારણે મોત પણ થઈ ચુક્યા છે. અત્યાર સુધી આ મહામારીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે આજનાં દિવસે રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે.

ભારતનાં 74 માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પરથી બોલતાં PM નરેન્દ્ર મોદીએ કોરોનાની અસરને પણ મહેસૂસ કરી છે. એમણે દર વર્ષે અહીં દેખાતાં બાળકોનાં ચહેરાને પણ યાદ કર્યા હતાં. પરંતુ ત્યારપછી એમણે આશ્વાસન આપ્યું હતું કે કોરોના રસીની તૈયારી એકદમ ઝડપથી ચાલી રહી છે. વૈજ્ઞાનિકોએ લીલી ઝંડી દેખાડતાં જ એનું ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવશે.

સ્વતંત્રતા દિન પર દેશને સંબોધિત કરતાં PM મોદીએ જણાવતાં કહ્યું હતું કે આપણા વૈજ્ઞાનિકો રસીને માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભારતમાં કુલ 3 વેક્સીન ટેસ્ટિંગનાં જુદાં-જુદાં તબક્કામાં છે. વૈજ્ઞાનિકો બાજુથી જ્યારે પણ લીલીઝંડી મળી જશે તો એની સંપૂર્ણપણે તૈયારી તૈયાર કરાઇ રહી છે. ઝડપથી ઉત્પાદનની સાથે જ રસી તમામ ભારતીયની પાસે ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે પહોંચાડવી એની પણ રૂપરેખા તૈયાર થઈ રહી છે.

એમણે કોરોના વોરિયર્સની પ્રશંસા કરતાં કહ્યું, કે કોરોનાનાં અસાધારણ સમયમાં ‘સેવા પરમો ધર્મ’ ની ભાવનાની સાથે પોતાનાં જીવનની પરવા કર્યા વિના આપણા ડૉકટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મચારી, સફાઇ કર્મચારી, પોલીસકર્મી, સેવાકર્મી સહિત ઘણાં લોકો 24 કલાક સતત કામ કરી રહ્યા છે.

જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે આપણા દેશમાં કોરોના ટેસ્ટિંગને માટે ફક્ત એક જ લેબ હતી. આજે સમગ્ર દેશમાં કુલ 1,400થી પણ વધુ લેબ છે. આપતીને અવસરમાં બદલવાની આપણી વિચારસરણીનાં ક્રમમાં PM મોદીએ એલાન કર્યું. કે આજથી સમગ્ર દેશમાં એક ખુબ જ મોટા અભિયાનની શરૂઆત થવા પણ જઇ રહી છે.

એ છે – ‘નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’. આ અભિયાન ભારતનાં હેલ્થ સેકટરમાં નવી જ ક્રાંતિ લાવશે. તમારા તમામ સ્ટેટ, તમામ બીમારી, તમને કયા ડૉકટરે કંઇ દવા આપી, કયારે આવી, તમારા રિપોર્ટસ શું હતા, આ બધી જ માહિતી એક જ હેલ્થ  ID માં સમાવિષ્ટ હશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post