કેવી છે ગુજરાતમાં કોરોનાની સ્થિતી, જાણો કેટલા કેસ વધ્યા

Share post

ગુજરાત  રાજ્યમાં ગઈકાલે સાંજે ૭ વાગ્યે છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 230 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 178 નવા કોરોના પોઝિટિવ કેસ. સુરતમાં 30 નવા કોરોના પોઝિટિવ કેસ. આણંદમાં 8 નવા કોરોના પોઝિટિવ કેસ. બનાસકાંઠામાં 1 નવા કોરોના પોઝિટિવ કેસ ગાંધીનગરમાં 2 નવા કોરોના પોઝિટિવ કેસ ખેડામાં 1 નવા કોરોના પોઝિટિવ કેસ. નવસારીમાં 1 નવો કોરોના પોઝિટિવ કેસ. પાટણમાં 1 નવો કોરોના પોઝિટિવ કેસ. રાજકોટમાં 4 નવા કોરોના પોઝિટિવ કેસ. વડોદરામાં 4 નવા કોરોના પોઝિટિવ કેસ શામેલ છે.

૨૫ એપ્રિલ ની સાંજથી ૨૬ એપ્રિલ ની સાંજ સુધીમાં રાજ્યમાં કુલ 18 લોકોના થયા મોત જયારે 31 લોકોને રીપોર્ટ નેગેટીવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં અત્યાર સુધીમાં 51091 ટેસ્ટ કરવામાં આવ્યા, 3301 પોઝિટિવ અને 47790 કેસ નેગેટિવ આવ્યા છે. કુલ 3301 દર્દીમાંથી 27 વેન્ટીલેટર પર, 2810ની હાલત સ્થિર, 313 ડિસ્ચાર્જ અને 151ના મોત થયા છે.

દેશમાં કોરોના વાઈરસના કુલ 27890 કેસ નોંધાયા છે. જેમાં એક્ટિવ કેસની સંખ્યા 20485 અને 6523 લોકો એવા જે કોરોનાની બિમારીથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. કોરોના વાઈરસના લીધે 882 લોકોએ જીવ ગુમાવ્યો છે.  (અપડેટ 26 એપ્રિલ, 11.59 PM સુધી)


Share post