આ શહેરોમાં વેપારીઓએ કર્યો સ્વયં લોકડાઉનનો મહત્વનો નિર્ણય- હવે બંધ રહેશે…

Share post

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ મહાનગરોની સાથે-સાથે હવે ગામડાઓમાં અને નાના-નાના નગરોમાં પણ પ્રસર્યો છે. ગુજરાત રાજ્યના આ શહેરોમાં આસપાસના ગામડાઓમાંથી લોકોની વેપાર, ધંધા રોજગાર માટે થતી ભીડના કારણે સંક્રમણનું જોખમ વધતાં અનેક શહેરોમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે માર્કેટ્સ, નાની દુકાનો, ચા, પાનના ગલ્લા વગેરે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કોરોનાના કારણે એકતરફ હોસ્પિટલોમાં બધા બેડ ફૂલ થઇ ગયા છે અને બીજી તરફ લોકો બેજવાબદાર બની ખુલેઆમ ફરી રહ્યા છે.

અહિયાં વાત થઇ રહી છે સુરતની. હાલ સુરતમાં કોરોનાનો પરમાણું વિસ્ફોટ થયો છે. અને લોકોમાં જાગૃતિ આવવાના બદલે બેજવાબદાર બની ખુલેઆમ બહાર ફરી રહ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં ડાયમંડ માર્કેટ્સના મોટાભાગની કંપનીઓ સોશીયલ ડિસ્ટન્સિંગના અનુપાલન સાથે કામકાજ ચાલુ કર્યું હતું. પરંતુ કોરોના સંક્રમણ વધતાં મોટાભાગના એકમોએ હાલનો સમય જોતા પોતાના કામકાજ બંધ કર્યા છે. આ સાથે ટેક્સટાઇલ માર્કેટ્સમાં જુદા જુદા વિસ્તારોમાં સંક્રરમણની સ્થિતિ મુજબ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આજે વધુ ઉમરાપાડા વિસ્તારમાં આવેલા બોમ્બે ટેક્સટાઇલ માર્કેટ્સને રવિવારથી ૩૧ જુલાઇ સુધી બંધ રાખવાનું નક્કી કરાયું છે.

આ માર્કેટ્સમાં 800 દુકાનો આવેલી છે. આવી જ રીતે વલસાડ અને નવસારીના નાના નગરોમાં વેપારીઓએ પોતાના રાતે આઠ વાગ્યા સુધીના કામકાજના સમયને ઘટાડી બપોરના એક થી સાંજના ચાર વાગ્યા સુધીમાં બંધ કરવાની સારી પહેલ કરી છે. જેના કારણે લોકોમાં કોરોનાનું સંક્રમણ થતું અટકે. આ સિવાય બોડેલી, બારડોલી જેવા મથકોમાં તો એક અઠવાડિયા માટે લોકડાઉનની જેમ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનોને બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે.

ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં શ્રાવણ માસના પવિત્ર દિવસો દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકત્રિત થતી હોય છે. પરંતુ ડાકોરમાં કેટલાક સમયથી વધતાં કોરોનાના કેસના પગલે વેપારીઓએ બપોર પછી દુકાનો બંધ કરવાની પહેલ કરી છે એની સાથોસાથ હવે રણછોડરાયજી મંદિર પ્રશાસને રવિવારથી દર્શનાર્થીઓ માટે પણ દર્શન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દર્શન શરૂ કરવાની તારીખો યોગ્ય સમયે જાહેર કરાશે. આ સિવાય રાજ્યના વિવિધ મંદિરોમાં પણ ભીડ ભેગી ન થાય એ માટે પગલાં લેવા વિચારાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણીય મેળાઓને પણ આ વખતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ શહેરમાં જમાલપુર શાકમાર્કેટને જુલાઇ મહિલાના અંત સુધી બંધ રાખવામાં આવી છે. તો અહિયાં ઊંઝા સહિત ઉત્તર ગુજરાતના પાલનપુર, પાટણ સહિત ઘણાં શહેરોમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે નિર્ણયો લઇ કોરોના સંક્રમણને ઘટાડવા, પોતાની સલામતી જાળવવા પગલાં લેવાની શરૂઆત કરી છે. સૌરાષ્ટ્રમાં જામનગર, અમરેલી, ધ્રોળ, ધોરાજીમાં વિવિધ પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે.

જામનગરમાં વેપારીઓ દ્વારા કોરોના સંક્રમણના કારણે દુકાનોને બપોરના બે વાગ્યા પહેલાં બંધ કરી દેવામાં આવતી હતી. હાલના સમયમાં પાન, ચાના ગલ્લાઓને દસ દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ધ્રોલ પાલિકા વિસ્તારમાં પણ આવી જ જાહેરાત કરવામાં આવી છે. અમરેલીમાં અનલોક પછી જ સૌથી વધારે કેસ મળી આવ્યા છે. આવા સંજોગોમાં અમરેલીમાં દુકાનો વહેલી બંધ કરવાની સાથે-સાથે ચા, પાનના ગલ્લાઓને બંધ કરવાની જાહેરાત સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post