કોરોના વચ્ચે સંભોગ કરવું લાભદાયક છે કે નુકશાનદાયક

Share post

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. હાલમાં કોરોના તથા તેના ભયની વચ્ચે ઘણાંબધાં કપલ એ વાત પર ચિંતિત છે, કે શું આવાં સમયે પણ શારીરિક સબંધ બાંધવો યોગ્ય છે. સતત સાથે રહેતાં કપલ શારીરિક સબંધ બાંધવાનો આનંદ માણે તે સ્વાભાવિક જ છે. શારીરિક સબંધ તો ગમે તેવી તણાવભરી પરિસ્થિતિને પણ હળવી બનાવવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે, પણ શું આવા સમયે પણ શારીરિક સબંધની મજા માણવી એ સુરક્ષિત છે, કે કેમ એવો પ્રશ્ન ન થાય તો જ નવાઈ લાગે છે.

કોરોના વાયરસનાં ચેપને અટકાવવા માટે લોકોએ એકબીજાથી સુરક્ષિત અંતર જાળવી રાખવું એ જરૂરી હોવાથી તબીબી નિષ્ણાતોની સૂચન પ્રમાણે સરકારે પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટેનું સૂચન આપ્યું છે, તો પછી શારીરિક સબંધનો આનંદ કેવી રીતે લેવો ?

જો કે, થોડાં અધ્યયન પછી એ પણ સૂચન આપવામાં આવી રહ્યું છે, કે કોરોના વાયરસથી સુરક્ષિત રહેવાં માટે પણ કપલ શારીરિક સબંધથી દૂર જ રહે. કારણ, કે શારીરિક સબંધથી પણ થોડીક હદે કોરોનાનાં સંક્રમણનાં ફેલાવવાનો ખતરો સામે પણ આવ્યો હતો.

કોરોનાનું સંક્રમણ કેવી રીતે ફેલાય છે એનાથી તો હવે ભાગ્યે જ કોઈ વ્યક્તિ અજાણ હશે. શારીરિક સબંધમાં બંને પાર્ટનરની વચ્ચેનું અંતર નહિવત થઈ જતું હોય છે. તેથી જ જો બંનેમાંથી કોઈપણ એક પાર્ટનરને ચેપ હોવાની સંભાવના હોય તો પણ શારીરિક સબંધ માણવાથી દૂર જ રહેવું જોઈએ.

જો તેની વગર ન ચાલે તેમ હોય તો હસ્તમૈથુન પણ કરી શકો છો. હસ્તમૈથુન કરવાંથી પણ કોરોના વાયરસનો ચેપ લાગતો નથી. ખાસ કરીને તો જ્યારે તમે તમારાં હાથને સાબુ તેમજ પાણીથી સારી રીતે સાફ કરીને જ તેનો ઉપયોગ કરો. શારીરિક સબંધ કર્યા બાદ તાત્કાલીક જ બેડશીટને પણ બદલી નાંખો. કારણ, કે જેટલી સ્વચ્છતા તમે જાળવશો તેટલો જ લાભ તમને થશે.

શારીરિક સબંધ કર્યા પછી કપલને નહાવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યુ છે. ઘરની બહાર રહેનાર વ્યક્તિની સાથે શારીરિક સબંધ કોરોના સંક્રમણને માટે હાઈરિસ્ક કેટેગરીમાં જ આવે છે. શારીરિક સબંધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરવો એ પણ ફાયદામાં જ રહેશે. સલામત શારીરિક સબંધ બાંધવા માટે જ કોન્ડોમનો ઉપયોગ પણ કરવો જોઈએ. શારીરિક સબંધ દરમિયાન સ્વચ્છતા જાળવવી જોઈએ. સમાગમનો આનંદ માણ્યા પહેલા તથા પછી પણ બધાં જ અંગોને સાબુથી સારી રીતે સાફ પણ કરવા જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post