ગુજરાતનું હોટસ્પોટ ગણાતા અમદાવાદમાં અચાનક ઘટવા લાગ્યા કોરોનાના કેસ- જાણો એવું તો શું થયું?

Share post

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા. પરંતુ છેલ્લા વીસ દિવસના આંકડા જોઈએ તો અમદાવાદમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા આંકડાઓ મુજબ, જૂન મહિનાના પહેલા અઠવાડીયામાં રોજ અમદાવાદમાં સરેરાશ 270-280 કેસ સામે આવતા હતા, તો એની સામે જુલાઈ માસના પહેલા સપ્તાહમાં 70-80 કેસનો દરરોજ ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈના પહેલા સપ્તાહમાં રોજના સરેરાશ 170-180 જેટલાં કેસ નોંધાયા છે.

જૂનના ત્રણ સપ્તાહ સુધી એટલે કે, 1 જૂનથી 20 જૂન સુધી અમદાવાદમાં રોજ નવા નોંધાતા કેસની સંખ્યા સરેરાશ 280-300 રહી, જ્યારે કે 23 જૂને 230 નવા કેસ નોંધાયા એ પછી ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસમાં રોજના સરેરાશ 175-180 નવા કેસ શહેરમાં નોંધાયા છે. જૂનમાં કેસનો આંકડો 250 આસપાસ રહેતો હતો તે હવે 200થી ઓછો થઈ ગયો છે.

હૉસ્પિટલમાં નહીં ઘરે જન થાય છે ઇલાજ

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે એનું કારણ શું એ વિશે શ્વસનતંત્રના રોગોના નિષ્ણાત એવા અમદાવાદનાં ડૉ. પાર્થિવ મહેતા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી. ડૉ. પાર્થિવ મહેતાએ મીડયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “કોરોનાને ત્રણેક મહિના જેટલો સમય ગાળો થયો છે તેથી લોકો જાગૃત થયા છે.કોરોના બાબતે લોકોએ અગાઉ સરકારી હૉસ્પિટલ ભરોસે જ રહેવું પડતું હતું, હવે ફૅમિલી-ડૉક્ટરસ્તરે માઇલ્ડ કે અસિમ્પ્ટોમૅટિક (તાવ,શરદી, ઉધરસ જેવાં લક્ષણ ન ધરાવતાં) કોરોના પૉઝિટિવ વ્યક્તિનું નિદાન શરૂ થઈ ગયું છે. આને લીધે અમદાવાદમાં કેસ ઘટ્યા છે.”

ગીચ વસતીમાં પણ ઘટ્યા કેસ 

અમદાવાદમાં કોરોનાના કેસ જે વિસ્તારોમાં સૌથી વધારે કેસો અચાનક આવવા લાગ્યા હતા એ વિસ્તાર એટલે સેન્ટ્ર્લ ઝોન. ગાંધીનગરસ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ’ના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર બીબીસીને જણાવે છે : “ઝોન મુજબ જુઓ તો ગીચ વસતી ધરાવતા સૅન્ટ્રલ ઝોનમાં હવે કેસ ઓછા થઈ ગયા છે. મને એવું લાગે છે કે ત્યાં જે મહત્તમ લોકોને કોરોના થવાનો હતો તે થઈ ગયો છે. લોકોમાં પણ હવે વધુ જાગૃતિ આવી છે. હવે અન્ય વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે.શહેરના જે વિસ્તારોમાં હવે ફેલાઈ રહ્યો છે ત્યાં સૅન્ટ્રલ ઝોન જેટલી વસતીગીચતા નથી. આ રોગ મૂળે ગીચ વસતી-વિસ્તારનો છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ઓછો ફેલાયો છે એનું કારણ જ આ છે.મને તો એવું લાગે છે કે સૅન્ટ્રલ અમદાવાદમાં કોરોનાની એક ચરમસીમા યાને કે પીક પૉઈન્ટ આવી ગયો છે.” સૅન્ટ્રલ ઝોનના દરિયાપુર, શાહપુર, જમાલપુર, દુધેશ્વર, ખાડિયા, દાણીલીમડા વગેરે વિસ્તારોમાં મે માસમાં કોરોનાએ માઝા મૂકી હતી. હવે આ વિસ્તારોમાં નવા કેસ ઓછા આવે છે.

ટેસ્ટિંગનો દાવો અને આંકડા

અમદાવાદમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે, પરંતુ અમદાવાદ સુધરાઈ ટેસ્ટિંગના આંકડા જાહેર કરતી નથી. તેથી સુધરાઈ કોરોનાના નવા ઘટી રહેલા કેસની સંખ્યા જાહેર કરે છે એની સામે પણ સવાલ ઊભા થાય છે. ડૉ. દિલીપ માવળંકરે કહ્યું હતું, “સરકાર ક્યાંક્યાં કેટલા ટેસ્ટ કર્યા? ખાનગી લૅબોરેટરીમાં કેટલા ટેસ્ટ થયા? સરકારી હૉસ્પિટલોમાં કેટલા ટેસ્ટ થયા? અમદાવાદમાં ક્યાં વૉર્ડમાં કેટલા ટેસ્ટ થયા એની વિગતો જો જાહેર કરે, તો એક સ્પષ્ટ ચિત્ર સામે આવે. ”

ડૉ. દિલીપ માવળંકરનું કહેવું છે કે, સરકાર જે રીતે મૃત્યુ પામનાર દરદીઓની માહિતીમાં ડાયાબિટીસ કે બ્લડપ્રેશર વગેરે જેવી અન્ય બીમારી યાને કે કૉ-મૉર્બિડિટીની વાત જાહેર કરે છે, એ જ વિગતો પૉઝિટિવ કેસોમાં પણ જાહેર કરે તો આ સ્થિતિને વધારે સારી રીતે સમજી શકાય.”

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post