ગુજરાતમાં કોરોનાનો પરમાણું વિસ્ફોટ- સુરત અને અમદાવાદમાં મોતનો આંકડો વધીને…

Share post

હાલ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. વાયુવેગે ગુજરાતમાં કોરોના ફેલાઈ રહ્યો છે.  સમગ્ર વિશ્વના કરોડો લોકો કોરોના મહામારી સામે લડી રહ્યા છે ત્યારે આવા સમયે ગુજરાત રાજ્યની સ્થિતિ પણ ખુબ ચિંતાજનક બની છે. આજે તો ગુજરાતમાં રાજ્યમાં કોરાનાનાં સૌથી વધુ 1026 કેસ નોંધાયા છે. દરરોજને દરરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં મંગળવારના રોજ 1026 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોરોના વાયરસના કૂલ કેસોની સંખ્યા વધીને 50,465એ પહોંચી ગઈ છે. વિતેલા 24 કલાકમાં અમદાવાદ-સુરત શહેર અને જિલ્લામાં જ 500થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ 34 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2201એ પહોંચ્યો છે. જ્યારે 744 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે. આવનારા સમયમાં નાગરીકો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ મહમારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે. જો નાગરિકોને સ્વસ્થ રહેવું હોય તો કોરોના સામે લડવાના દરેક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

અમદાવાદ શહેર અને સુરત શહેરમાં ફરી એકવાર ચેપનો ફેલાવો વધી રહ્યો છે. સુરત કોપોરેશન 225, અમદાવાદ કોપોરેશન 187, સુરત જીલ્લમાં 73, વડોદરા કોપોરેશન 60, રાજકોટ કોપોરેશન 45, દાહોદ જીલ્લમાં 39, ભાવનગર કોપોરેશન 26, બનાસકાંઠા જીલ્લમાં 25, સુરેન્દ્રનગર જીલ્લમાં 21, પાટણ જીલ્લમાં 20, ગાંધીનગર જીલ્લમાં 19, નર્મદા જીલ્લમાં 19, ગીર સોમનાથ જીલ્લમાં 18, મહેસાણા જીલ્લમાં 18, નવસારી જીલ્લમાં 17, પંચમહાલ જીલ્લમાં 17, ભરૂચ જીલ્લમાં 16, જામનગર કોપોરેશન 16, વડોદરા જીલ્લમાં 15, ખેડા જીલ્લમાં 14, રાજકોટ જીલ્લમાં 13, વલસાડ જીલ્લમાં 13, અમદાવાદ જીલ્લમાં 12, ભાવનગર જીલ્લમાં 12, ગાંધીનગર કોપોરેશન 12, કચ્છ જીલ્લમાં 9, આણંદ જીલ્લમાં 8, બોટાદ જીલ્લમાં 8, અમરેલી જીલ્લમાં 7, જુનાગઢ જીલ્લમાં 7, મહીસાગર તાલુકામાં 6, મોરબી જીલ્લમાં  6, જુનાગઢ કોપોરેશન 5, સાબરકાંઠા જીલ્લમાં 5, જામનગર જીલ્લમાં 4, તાપી જીલ્લમાં 4, પોરબંદર જીલ્લમાં 2, અરવલ્લી જીલ્લમાં 1, ડાંગ જીલ્લમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 કેસો નોંધાયા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં ગત 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 21 દર્દીઓના મત્યુ થયાની વાત સામે આવી છે. સાથે-સાથે અમદાવાદ કોપોરેશન 5, વડોદરા કોપોરેશન 2, અમદાવાદ 1, ભાવનગર કોપોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોપોરેશન 1, કચ્છ 1, પાટણ 1 દર્દીઓએ દમ તોડયો હતો.  અને તેમના મોત થયા હતા. આમ આજ રોજ છેલ્લા 24 કલાકમાં ટોટલ 34 લોકોના મોત નિપજ્યા છે.

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કહેરના 125માં દિવસે કુલ 36,403 નાગરીકો સાજા પણ થઈ ગયા છે. 2,201 લોકોના અવસાન થયા છે. જ્યારે મંગળવાર સાંજના છેલ્લા રીપોર્ટ અનુસાર 11,861 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 82 કોરોના દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 11779 હાલ સ્ટેબલ છે. જો કોરોનાથી બચવું હોય તો દરેક નાગરિકોએ કોરોના સામે લડવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને સરકારના દરેક નિર્ણયો અને મહત્વની જાહેરાતો અંગે સતર્ક રહેવું પડશે અને તે અંગે યોગ્ય કાળજી રાખવી પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post