શહેર છોડી ગામડે જનારા લોકો આ લેખ ખાસ વાંચે- ભાવનગર જીલ્લામાં વાયુવેગે વધી રહ્યો છે કોરોના વાયરસ

Share post

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાએ કહેર મચાવવાનું ચાલુ કર્યું છે. પહેલા અમદાવાદ અને અત્યારે સુરત. હાલ સુરતમાં સૌથી ખરાબ પરિસ્થતિ ઉભી થઇ છે. એકતરફ સુરતની બધી હોસ્પિટલો ફૂલ થઇ ગઈ છે અને બીજી તરફ સુરતની જનતા બેફીકર થઈને જાહેરમાં ડર્યા વગર ફરી રહી છે. લોકોને કોઈ પણ પ્રકારની ગંભીરતા જ નથી કે કોરોનાના કારણે ખુબ ભયંકર પરિણામો આવી શકે છે. સુરત બાદ ભાવનગર જીલ્લો પણ કોરોનાનો શિકાર બન્યો છે. ધીમે ધીમે ભાવનગરમાં પણ કોરોના વાયુવેગે વધી રહ્યો છે.

હાલ ભાવનગર જિલ્લાનો પોઝિટિવ આંક 771 પર પહોચી ગયો છે. ભાવનગર જીલ્લામાં છેલ્લા 15 દિવસમાં કોરોનાનો મોટો વિસ્ફોટ થયો છે. અને નવા 520 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર જીલ્લામાં 26 માર્ચના રોજ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો અને ત્યારથી 30 જુન સુધીના 97 દિવસમાં 251 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા હતા અને પહેલી જુલાઈથી ભાવનગર જીલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. અને વાયુવેગે વધવાનું ચાલુ કર્યું છે. 15 જુલાઈ સુધીમાં 520 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર જીલ્લાનો પોઝિટિવ આંક 771 ને પાર થઇ ચુક્યો છે. જેમાં ભાવનગરના 513 અને ગ્રામ્ય પંથકમાંથી 258 કેસ નોંધાયા છે. 771 દર્દીઓમાંથી 286ને ડિસ્ચાર્જ, 16ના મોત અને 462 દર્દીઓ સારવાર હેઠળ છે.  દરરોજ પોઝિટિવ કેસના આંકડાઓ વધવાથી લોકો ચિંતિત બન્યા છે. ભાવનગરમાં જિલ્લામાં બહારથી આવતા લોકોને કારણે સંક્રમણ વધ્યું છે.

ભાવનગરમાં કોરોના વધવાનું કારણ ગામડે જઈ રહેલા શહેરના લોકો હોઈ શકે છે, કારણ કે સુરતમાં કોરોનાનો પરમાણું વિસ્ફોટ થતા લોકો ફરીએકવાર પોતાના ગામ પરત ફરવા લાગ્યા છે. અનલોક દરમિયાન જયારે શહેરોમાં ધંધા ખુલ્યા ત્યારે વતન ગયેલા લોકો શહેરમાં આવ્યા હતા. અને હાલની પરિસ્થતિ જોતા જયારે દરેક ધંધા અને કારખાના પાછા બંધ થયા છે ત્યારે ફરીવાર લોકો પોતાના ગામ ભાગી રહ્યા છે. સુરત શહેરના મોટા ભાગના લોકોના ભાવનગર જીલ્લામાં આવે છે. અને સુરતમાં કોરોના વધતા લોકોને જાણ થઇ કે હવે અહિયાં સુરક્ષિત નથી ત્યારે બિસ્તરા પોટલા બાંધી લોકો ગામડે જવા લાગ્યા. લોકોનું એવું પણ માનવું છે કે અહીંથી ગામડે જશે તો ત્યાં પણ કોરોના ફેલાઈ શકે છે. અને હાલ ભાવનગરમાં વધતા કેસોને ધ્યાનમાં લઇ આ વાત જવાબદાર બની શકે છે.

લોકોની લાપરવાહી કે તંત્ર દ્વારા આયોજનનો અભાવ? શું કારણ હોઈ શકે…?

વિવિધ શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સુરત, અમદાવાદ સહિત અન્ય શહેરોમાંથી આવતા લોકોના કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ભાવનગર શહેરમાં કોરોનાના વધુ કેસ નોંધવા પાછળ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સહિતની બાબતે લોકોની લાપરવાહી અને તંત્ર દ્વારા આયોજનનો અભાવ જવાબદાર હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.

કોરોના સંક્રમણને અટકાવવાના હેતુ સાથે ગુજરાત રાજ્યમાં નામ સહિતની વિગતો જાહેર કરવામાં આવતી હતી. જો કે હાલ નામ, સરનામાં અને હિસ્ટ્રી જાહેર નહીં કરવાના કારણે સંક્રમણ વધશે તો આ માટે જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યાં છે. જુલાઈના 15 દિવસમાં કોરોનાનો રાફડો ફાટ્યો અને 520 કેસ નોંધાયા છે. માર્ચમાં 6, અપ્રિલમાં 44 , મેમાં 70 અને જુન મહિનાથી ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની બ્રેક ફેઈલ થઇ ગઇ અને 132 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણની સ્પીડ એકદમ વધી ગઈ છે. જુલાઈના 15 દિવસમાં 520 કેસ નોંધાયા છે.

હાલ ભાવનગર શહેરમાં કોરોના વાયુવેગે વધી રહ્યો છે. ત્યારે તંત્રએ અઘેલાઈ નજીક પુન: ચેકપોસ્ટ શરૂ કરી છે અને ભાવનગરમાં પ્રવેશતા લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તમામના નામ, સરનામા અને નંબર નોંધવામાં આવી રહ્યાં છે. જેના કારણે કોરોના થી લોકોને બચાવવામાં મદદરૂપ બની શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…