એસી ની કિંમત માં લાવો આ કુલર, ફક્ત રૂમ નહીં પરંતુ આખું ઘર ઠંડુ કરી દેશે

Share post

સાધારણ રીતે જ્યારે પણ તમે બજારમાં કોઈ સારું કુલર ખરીદવા જાઓ છો તો તેની કિંમત ૮૦૦૦ થી ૧૦,૦૦૦ ની વચ્ચે હોય છે, તો એસી ની કિંમત ૩૦ હજાર જેટલી હોય છે. જો કોઈ મોટા વિસ્તારને ઠંડુ કરવો હોય તો વધુ પાવરફુલ કુલર ની જરૂર પડે છે જેની કિંમત ખૂબ જ વધુ હોય છે. પરંતુ હવે એવું કુલર આવી ગયું છે જે મોટા એરિયાને એટલે કે પુરા ઘરને ઠંડું કરી શકે છે. આને એવાપોરેટીવ(Evaporative) કુલર કહેવાય છે.

જ્યાં 1 થી માંડી ને 1.5 સુધીના એસીની કિંમત આ કુલર જેટલી જ છે. આ કુલર online ૩૯ હજાર રૂપિયામાં મળે છે.

આ કુલર એક હજાર સ્ક્વેર ફીટનો એરીયા ઠંડો કરી શકે છે. એક જ ઘરમાં અલગ-અલગ રૂમમાં એસી અને કુલર લગાવવાના ખર્ચા બચી શકે છે,જે કારણે આ કુલર ખુબ જ સસ્તુ સાબિત થાય છે. જ્યાં એસી વધુ વીજળી બાળે છે ત્યાં કુલર ખૂબ જ ઓછી ઉર્જા એ એસી નું કામ પૂરું પાડે છે. ઘણા બધા દેશોમાં આવા કુલર નો ઉપયોગ થાય છે.

આ કુલર સાઈડ ડિસ્ચાર્જ,ડાઉન ડિસ્ચાર્જ,બોટલ ડિસ્ચાર્જ અને વિન્ડો સ્ટાઈલ મોડલ માં ઉપલબ્ધ છે. આને તમે વિન્ડો કે છત પર ફિટ કરાવી શકો છો. આખા ઘરમાં ઠંડક મેળવવા પાઈપ ફીટીંગ કરાવી પડશે. આ કુલર ઘરના ખરાબ વાયુ ને પણ બહાર કાઢી નાખે છે જેથી ઘરની હવા ફ્રેશ રહેશે. પાણીનો પણ કોઇપણ જાતનો પ્રભાવ પડતો નથી આ કુલર સંપૂર્ણ વોટર પ્રુફ છે.


Share post