Tue. Aug 4th, 2020

માત્ર 10000 માં મળશે સોલારથી ચાલતું AC, જાણો ક્યાંથી મળશે

Share post

ઉનાળો શરૂ થઇ રહ્યો છે તેથી મોટા ભાગ ના લોકો AC લેવાનું વિચારતા હશે તો અમે તમને એક એવા એસી વિશે જણાવી રહ્યાં છે જેને તમે તમારી સાથે ક્યાંય પણ લઈ જઈ શકો છો. આ પોર્ટેબલ એર કંડીશનર છે. તેનું નામ છે Coolala. તેને Coolala કંપનીએ જ બનાવ્યું છે. આ દુનિયાનો પહેલો પોર્ટેબલ અને સોલર પાવર્ડ એસી છે. જે ગરમીમાં રાહત આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. તેની સ્ટાર્ટિંગ કિંમત 13500 છે.

વીજળીની જરૂર નથી

આ ACનો ઉપયોગ વીજળી બિલ ની ચિંતા કાર્ય વગર કરી શકાશે. આ એસીને ચલાવવા માટે ઈલેક્ટ્રિસિટીની જરૂર નથી પડતી. આ સોલર એનર્જીથી ચાર્જ થાય છે. એકવાર ચાર્જ થયા બાદ તેની બેટરી 8 કલાક સુધી ચાલે છે. આ 150 સ્કેવર ફૂટના એરિયાને ઠંડો કરી શકે છે. તેની ખાસ વાત એ છે કે તેમાં LED લાઈટ પણ આપવામાં આવી છે. ઘરની બહાર અંધારુ હોય તો આ લાઈટ ઓન કરીને કામ પણ કરી શકો છે. આ ઘરની અંદર પણ પ્લગ ઈન થાય છે. તેને અંદર પણ યુઝ કરી શકાય છે. આ એસીની સાથે સોલર પેનલ, પાવર બેન્ક, એક્ઝોસ્ટ હોસ, એસી અને ડીસી એડોપ્ટર આવે છે. તેને kickstarter.comથી ઓર્ડર કરી શકાય છે.

આ રીતે થશે વપરાશ

ઘરની અંદર યુઝ કરવા માટે કૂલાલાને પાવર એડોપ્ટરથી પ્લગ ઈન કરવું પડે છે અને આઉટડોર યુઝ માટે તેની સાથે આપેલાં પાવર સ્ટેશનથી અટેચ કરવાનું હોય છે. ઘણીવાર સૌર ઊર્જા ન મળવાથી પણ તે પાવર સ્ટેશનની મદદથી કામ કરે છે.
માત્ર 3 કિલો છે વજન

આમાં વર્લ્ડનો મોસ્ટ પાવરફુલ માઈક્રો એર કંપ્રેસર આપ્યો છે. તેનું વજન 3 કિલો છે. તેને વ્હીલની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. આવા અન્ય એસી પણ ડિઝાઈન કરવામાં આવ્યા છે પણ તેમાં શોર્ટ બેટરી લાઈફ હોવાને કારણે તે એક્સેસેબલ નથી. તેને એકવાર ચાર્જ કરવાની સાથે તમને બેટરી લો હોવાની પ્રોબ્લેમથી છૂટકારો મળી જશે. Coolala 3500 BTU એર કંડીશનક છે. તેમાં 100 વોટની એનર્જી આપવામાં આવી છે.

AC 6 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે

તેનો બેઝિક મોડલ માત્ર 13503 રૂપિયામાં મળે છે. ત્યાં જ સૌથી મોંઘો મોડલ 30874 રૂપિયામાં આવે છે. તેની સાથે એક્ઝોસ્ટ હોસ અને એસી-ડીસી એડોપ્ટર આવશે. સાથે જ 8 કલાક સુધી ચાલનારી પાવર બેન્ક, 100Wની સોલર પેનલ આવે છે. તેના અન્ય 6 મોડલ પણ મળે છે. જેની પ્રાઈસ અલગ-અલગ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

તમારા એન્ડ્રોઇડ ફોન પર ખેતી વિષયક અને અન્ય  માહિતી મેળવતા રહેવા અમારી એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરશો અને આ પોસ્ટ મિત્રોને પણ શેર કરજો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post