ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે ‘કોન્ટ્રાક્ટ ખેતી’ – જાણો કેવી રીતે થાય છે આ કરાર ખેતી?

Share post

હાલમાં કોરોના કાળમાં પણ ખેડૂતો ફક્ત ખેતીમાંથી જ લાખોની કમાણી કરી રહ્યાં છે. ખેડૂતો કઈક નવા જ પાકનું ઉત્પાદન કરીને લાખોની કમાણી કરતાં હોય છે. હાલમાં અમે ખેડૂતોની માટે એક અગત્યની જાણકારી સામે લઈને આવી રહ્યાં છીએ. ખેડુતો દ્વારા કરવામાં આવતી ખેતી  પ્રકૃતિ પર આધાર રાખતી હોય છે. પાકને ઘણીવાર તો વરસાદ અથવા તો દુષ્કાળનો સામનો કરવો પડતો હોય છે.

હાલમાં સરકાર કૃષિક્ષેત્ર માટે મોટાપાયે કાર્ય કરી રહી છે, જેને લીધે ખેડૂતોની ખોટ ઓછી થઈ શકે છે. આપણા દેશમાં ઘણાં ખેડૂતો નાના તેમજ સીમાંત ખેડૂત છે. સરકાર ખેડૂતોને આધુનિક પદ્ધતિથી ખેતી કરવાં માટે પ્રેરિત કરી રહી છે. આની માટે એક નવું માધ્યમ પણ વર્ણવવામાં આવ્યું છે, જે કરાર ખેતી, અથવા કોન્ટ્રાક્ટ ખેતી કહેવામાં આવે છે.

કરાર ખેતી એટલે શું ?
આ ખેતીનો અર્થ એ રહેલો છે કે, ખેડૂત એની પોતાની જમીન પર ખેતી કરી શકશે પણ ખેતી પોતાના માટે નહીં પણ કોઈ બીજા માટે છે. આ ખેતી કરારના આધારે કરવામાં આવે છે. વિશેષ વાત તો એ છે કે, આ ખેતીમાં ખેડૂતને કોઈપણ જાતનો ખર્ચ કરવો પડતો નથી.

કેવો હોય છે કરાર ?
ખેડૂત કોન્ટ્રાકટ ફાર્મિંગ કંપની અથવા તો વ્યક્તિગત કરારની ખેતી કરવામાં આવે છે. આ ખેતીમાં કોન્ટ્રાક્ટર ખેડૂત દ્વારા ઉગાવવામાં આવેલ પાકની ખરીદી કરવામાં આવેછે. ખાસ વાત તો એ છે કે,ખેડૂત દ્વારા ઉગાડવામાં આવતા પાકના ભાવ પણ કરારમાં નક્કીકરવામાં આવે છે. આની ઉપરાંત ખાતર, બિયારણ, સિંચાઇ તથા વેતન વગેરેનો ખર્ચ પણ કોન્ટ્રાકટર જ બતાવવામાં આવે છે. કોન્ટ્રાક્ટર ખેડુતોને ખેતી કરવાની રીત પણ જણાવવામાં આવે છે. એમાં પાકની ગુણવત્તા, ઉપજ, ભાવ, પાકના વેચાણ અંગેનો નિર્ણય પહેલાથી જ નક્કી કરવામાં આવ્યો છે.

કરાર/ કોન્ટ્રાકટ ખેતીના ફાયદા :
ભારતના કેટલાંય રાજ્યોમાં કરારની ખેતી કરવામાં આવી રહી છે. આ ખેતી મહારાષ્ટ્ર, ગુજરાત તથા દક્ષિણ ભારતમાં મોટાપાયે કરવામાં આવે છે. આ ખેતીના સારા પરિણામો ખેડૂતો તરફથી આવી રહ્યાછે. ખેડૂતને આ ખેતીથી ખુબ જ લાભ થઈ રહ્યો છે. આની સાથે જ ખેતીની દિશા તથા સ્થિતિ બંનેમાં સુધારો થઈ રહ્યો છે.

ખેતી તથા ખેડુતોને લાભ :
ખેડૂતોને પાકના સારા એવાં ભાવ મળી રહે છે. ખેડૂત બજારના વધતા- ઓછા ભાવમાં ચિંતામુક્ત રહે છે. ખેતીની નવી પદ્ધતિઓ શીખવા મળે છે. ખેતીમાં સુધારો થાય છે. ખેડુતોને બિયારણ તથા ખાતરોના નિર્ણયમાં મદદ મળી રહે છે. પાકની ગુણવત્તા તથા ઉપજમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ખેડૂત તથા કોન્ટ્રક્ટરની માટે મહત્વપૂર્ણ જાણકારી :
કરાર ખેતીમાં બંને પક્ષોની વચ્ચે ઓનલાઇન રજીસ્ટ્રેશન નોંધણી હોવી જોઈએ. ખેડૂત તથા કંપની અથવા તો વ્યક્તિગત વચ્ચે પારદર્શિતા હોવી જોઈએ. કોઈપણ જાણકારી, નિયમો અથવા તો શરતો છુપાવી રાખવી જોઈએ નહી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post