મોટાભાગના દેશોએ આ શાકભાજીનું કર્યું સેવન- પરિણામ સ્વરૂપે કોરોનાથી થતા મૃત્યુમાં થયો ઘટાડો: WHO

Share post

કોરોના સંક્રમણ પછી જો મૃત્યુ દર ઘટાડવો હોય તો ખોરાકમાં કાકડી, પાલક અને કોબીનું પ્રમાણ વધારવું જોઈએ. 1 ગ્રામ શાકભાજીની માત્રા પણ મૃત્યુ-દર ઘટાડી શકે છે. આ દાવો WHOનાં ગ્લોબલ એલાયન્સ અંગેન્સ્ટ ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝના પૂર્વ ચેરમેન ડો. જિયન બૂસ્કવેટે પોતાના રિસર્ચ દરમિયાન કહ્યું છે. સંશોધનકર્તા ડો. જિયનના જણાવ્યા મુજબ, કોરોનાથી થતાં મૃત્યુ-દરનું પ્રમાણ તે દેશોમાં ઓછું છે, કે જ્યાં શાકભાજી અને ફર્મેન્ટેડ ફૂડનું સેવન વધુ કરવામાં આવે છે.

સંશોધકોના જણાવ્યા મુજબ, બ્રેસીકેસી ફેમિલીનાં આ શાકભાજીમાં સલ્ફોરાફેન હોય છે, જે આપણા શરીરમાં Nrf2ને પેદા કરે છે. આ  Nrf2 એ ગંભીરતાથી કોવિડ-19ની સામે સુરક્ષા આપે છે.

શાકભાજીમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધુ હોવાને લીધે તે ડાયાબિટીસ અને હૃદયની બીમારીનું જોખમ પણ ઘટાડે છે. નવા રિસર્ચમાં સંશોધનકર્તા ડો. બુસ્ક્વેટે દાવો કરતાં કહ્યું છે કે, બ્રોકલી, કોબી, ટામેટા, પાલક અને કાકડી વગેરેમાં પણ એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધુ હોય છે. તેનું વધારે પડતું સેવન કરનારા ઘણા દેશોમાં કોરોના સંક્રમણ પછી મૃત્યુ દર ઓછો રહ્યો છે.

ડો. બૂસ્ક્વેટ અને રિસર્ચ ટીમના જણાવ્યા મુજબ, કોરોનાથી થતા મૃત્યુને અટકાવવામાં ઘણા પરિબળો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોરોનાની શરૂઆત ચીનના વુહાનથી થઈ હતી, પણ આ દેશમાં મૃત્યુ-દર જુદી-જુદી જગ્યાએ એકદમ અલગ હતો. બ્રોકલી, કોબી અને કાકડી જેવાં શાકભાજીમાં ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ હોય છે, અને તેથી આ શાકભાજીનું સેવન કરતા કેટલાંક દેશોમાં મૃત્યુ-દરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

સંશોધકોની ટીમે દાવો કરતાં કહ્યું છે કે, ફક્ત કોબી અને કાકડી ખાવાથી પણ કોવિડ-19થી થતાં મૃત્યુ-દરને ઘટાડી શકાય છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડાયટમાં કોબીનું પ્રમાણ વધારીને કુલ 13.6 % અને કાકડીનું પ્રમાણ વધારીને કુલ 15.7 % સુધી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…