fbpx
Wed. Dec 11th, 2019
Loading...

MRP થી વધુ કિંમત લેનારાઓ ચેતી જજો :- 5 લાખનો દંડ અને 2 વર્ષની જેલની સજા.

MRP (maximum retail price) થી વધુ કિંમત વસૂલ કરવાની વધતી જતી ફરિયાદના પગલે કેન્દ્ર સરકાર આ અંગેના કાયદાઓ કડક બનાવી રહી છે અને આ કાયદો અમલમાં આવવાની સાથે MRP થી વધુ કિંમતનો લેનારને બે વર્ષની જેલની સજા અને 5 લાખ રૂપિયા દંડ ની આકરી જોગવાઈઓ લાગુ થઈ જશે.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈપણ ચીજ વસ્તુઓની પ્રિન્ટ કરાયેલ MRP થી વધુ રકમ વસુલવાના ગુન્હામાં હાલમાં પ્રવર્તમાન દંડની સજાની જોગવાઈ પણ ઘણી ઓછી છે. ગયા મહિને જ સંબંધિત મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવેલ. આ બેઠકમાં દંડ અને સજા વધારવા માટે સહમતી સધાઈ છે.

જેના આધારે કન્ઝ્યુમર ખાતુ mrp થી વધુ કિંમત વસૂલનારા સામે આકરી જોગવાઈઓ અને સજા આવી રહેલ છે. આ માટે ‘legal મેટ્રોલોજી એક્ટ’ ની કલમ 36 માં સુધારા કરાશે.

હાલમાં MRP થી વધુ કિંમતો લેવાની પ્રથમ ભૂલ માટે 25 હજાર રૂપિયા દંડ વસૂલાય છે તે વધારીને 1 લાખ, બીજી વખત માટે હાલમાં 50000 રૂપિયા દંડ ની જોગવાઈ છે તે વધારીને 2.5 લાખ અને ત્રીજી વખત ગુના માટે હાલમાં જે 1 લાખ દંડ ફટકારાય છે તે વધારીને 5 લાખ રૂપિયા તથા બે વર્ષની સજાની જોગવાઈ ટૂંક સમયમાં આવી રહી છે.

Mrp થી વધુ કિંમત લેવાતી હોય તો આ નંબર પર પર યાદ કરશો :-

1800-11-4000 :- ટોલ ફ્રી નંબર

consumerhelpline.gov.in :- ઓનલાઈન અરજી દાખલ કરવા માટેની વેબસાઈટ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Loading...
Loading...