કોંગ્રેસના કાર્યકરો નાના છોકરાની જેમ બાખડ્યા, અને એકબીજાને દોડાવી દોડાવીને માર્યા, જુઓ વિડીયો

Share post

ભારતમાં આવેલ છત્તીસગઢમાંકોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ 2 દિવસ પહેલા જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણી દરમિયાન ગળાગાળો તેમજ એકબીજાને દોડાવી દોડાવીને માર્યા હતા. આ ઘટના રાજ્યના બલોદા બજાર ભાટપારા જિલ્લાની છે. સુરક્ષા દળોની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ખુબ ગાળાગાળી અને મારપીટ થઈ. કહેવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી દરમિયાન કોઈ વાતને લઈને કોંગ્રેસના બે જૂથો વચ્ચે બબાલ થઈ જે મારપીટમાં ફેરવાઈ ગઈ હતી.

હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, કોંગ્રેસના કાર્યકરોએ અંદરોઅંદર જ એક બીજાને ખુબ ગાળો આપી અને દોડાવી દોડાવીને માર્યાં હતા. આ દરમિયાન ત્યાં હાજર પોલીસકર્મીઓને આ મામલો થાળે પાડતા પરસેવો વળી ગયો હતો. પોલીસકર્મીઓએ માંડમાંડ આ મામલો થાળે પાડ્યો. જો કે, આ મામલે કોઈ એફઆઈઆર થઈ હોય તેવી જાણ નથી. ત્યાર પછી ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં હતા.

જિલ્લામાં છેલ્લા બે તબક્કામાં ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી થઈ હતી. શુક્રવારે જિલ્લા પંચાયત અધ્યક્ષ પદ માટે ચૂંટણી ચાલી રહી હતી. જિલ્લા પંચાયતના તમામ 21 ક્ષેત્રોમાં ઘમાસાણની સ્થિતિ છે. જિલ્લા પંચાયત અધ્યક્ષની ખુરશી પણ ઓબીસી માટે અનામત થઈ છે. જેનાથી ચૂંટણી દંગલમાં ઉતરેલા ઓબીસી નેતાઓએ અધ્યક્ષની ખુરશી પડાવવા જોડતોડમાં કોઈ કસર બાકી રાખી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post