કોંગ્રેસને ડર ઘુસ્યો- ક્યાંક મોટાભાઈ અમારા ધારાસભ્યોને ઉઠાવી ન લે, બધા ધારાસભ્યોને લઇ જશે રિસોર્ટમાં

ગુજરાતમાં બે રાજ્યસભા સીટો માટે 5 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન કોંગ્રેસમાં આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. આ બે સીટો અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણી જીત્યા બાદ ખાલી થઈ છે. આ દરમિયાન ક્રોસ વોટિંગથી બચવા માટે કોંગ્રેસે ગુજરાતના ધારાસભ્યોને રાજસ્થાનના માઉન્ટ આબુમાં લઈ ગઈ છે. ગુજરાતની આ બંને સીટો પર ચૂંટણી મહત્વની છે અને એવામાં કોંગ્રેસ કોઈ પણ રિસ્ક લેવા ઈચ્છતી નથી.
આ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય અશ્વની કોટવાલે આ સમગ્ર મામલે કહ્યુ કે, ‘ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા સત્રના મિની વેકેશન દરમિયાન વેકેશનનો આગ્રહ કર્યો હતો. કોટવાલે આગળ કહ્યુ કે તેમના આગ્રહ બાદ અમે એક દિવસના શિબિરનું આયોજન કર્યુ છે. આના માટે અમે બધા માઉન્ટ આબુ જઈ રહ્યા છે.’
ધારાસભ્ય દળના ઉપનેતા શૈલેશ પરમારે કહ્યુ કે કાલે વિધાનસભાની કોઈ બેઠક થવાની નથી અને એટલા માટે કોંગ્રેસ ધારાસભ્ય માઉન્ટ આબુ માટે રવાના થઈ ગયા છે. જ્યાં તે કાલે એક દિવસ બાદ યોજાનાર રાજ્યસભા ચૂંટણીના મતદાન અંગે પાર્ટીની બેઠકમાં ભાગ લેશે. ધારાસભ્ય એક બસમાં સવાર થઈને માઉન્ટ આબુ ગયા છે. જ્યાં બેઠકો આયોજિત કરવામાં આવશે. વિધાનસભા સત્ર ચાલી રહ્યુ છે એટલા માટે પાર્ટીના બધા ધારાસભ્ય ગાંધીનગરમાં છે. આબુ નજીક છે એટલા માટે પસંદ કરવામાં આવ્યુ.
પરમારે કહ્યુ કે પાર્ટી પોતાના બધા 71 ધારાસભ્યોને પાર્ટીના ઉમેદવારો ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાના પક્ષમાં મતઆપવા માટે વ્હિપ જાહેર કરશે. તેમને ચેતવણી આપી કે પાર્ટી વ્હિપને અવગણનાર તે મતદાનમાં અનુપસ્થિત રહેનાર ધારાસભ્યો અયોગ્ય ઠેરવવામાં આવશે. 2017માં ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના ધારાસભ્યોને તત્કાલીન કોંગ્રેસના કર્ણાટક રાજ્યમાં મોકલ્યા હતા જેથી પક્ષ પલટાને રોકી શકાય. વર્તમાનમાં રાજસ્થાન પાસે છે અને કોંગ્રેસ શાસિત છે એટલા માટે પાર્ટીએ આ વખતે બધા ધારાસભ્યોને માઉન્ટ આબુ મોકલવાનો નિર્ણય કર્યો.
ભાજપે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ઉત્તર ગુજરાત સ્થિત ઠાકોર સમાજના કેડરને જુગલ ઠાકોર (લોખંડવાલા)ને અને કોંગ્રેસના અહેમદ પટેલના વફાદાર ગૌરવ પંડ્યા અને મહિલા ઉમેદવાર ચંદ્રિકાબેન ચુડાસમાને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ પાસે સંસદમાં 71 ધારાસભ્યોની તાકાત છે. કોંગ્રેસને અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી ધવલસિંહ ઝાલા અને ભરતસિંહ ઠાકોર સહિત ઘણા ધારાસભ્યોના ક્રોસ વોટિંગની શંકા વ્યક્ત કરી. એ પણ સંભાવના છે કે અયોગ્ય ગણાવાથી બચવા માટે ઠાકોર અને સહયોગી કોંગ્રેસના પક્ષમાં મતદાન કરી શકે છે. આ દરમિયાન ભાજપ પ્રમુખ, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના લોકસભા સભ્ય અમિત શાહ બે દિવસ માટે ગુજરાતમાં છે. રાજ્યસભા ચૂંટણી માટે તેમના નિવાસ પર બંધ દરવાજે બેઠક યોજાવાની સંભાવના છે.
ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના લોકસભા ચૂંટણી બાદ રાજ્યસભા સભ્ય રૂપે રાજીનામુ આપ્યા બાદ રાજ્યસભાની બે સીટો માટે મતદાન જાહેર કરવામાં આવ્યુ છે. આ નિયમિત ચૂંટણી નથી એટલા માટે ભારતીય ચૂંટણી પંચે બંને સીટો માટે અલગ અલગ મતદાનનો આદેશ આપ્યો છે. આનાથી બંને સીટો પર ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં બંને સીટોની સંયુક્ત ચૂંટણીની અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી.