હવે આ એપ્લીકેશન દ્વારા લોકો ઘરે બેઠા કરી શકશે સારી કમાણી- કોરોના વચ્ચે થશે ફાયદો

Share post

ચાઈનીઝની એપ ટિકટોક પર પ્રતિબંધ લાગ્યાં પછી હવે ઇન્ડિયન એપ ચિનગારીએ ભારતીયોના સ્માર્ટફોનમાં જગ્યા બનાવી લીધી છે. ચિનગારી એપ હવે પોતાના ફીચર્સને પણ વારંવાર અપડેટ કરી રહી છે. દેશી એપને લઈને હાલમાં એક સારા સમાચાર આવ્યા છે. ટિકટોકની જેમ જે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ચિનગારી પર હવે ક્રિએટર્સ પોતાના ટેલેન્ટને શોકેઝ કરીને સારાં એવાં પ્રમાણમાં રકમની કમાણી કરી શકશે.

એપ ડેવલોપર્સે જણાવતાં કહ્યું કે, અમે મ્યુઝિક ક્રિએટર્સને તેમનું સોન્ગ કેટલું હિટ ગયું છે, તેનાં આધારે પેમેન્ટ આપીશું. તેટલું જ નહિ પરંતુ ચિનગારી એપ મ્યુઝિક કંપોઝર્સને હિટ સોન્ગ માટે રેવન્યૂ શેરિંગ પણ કરતી જોવાં મળશે.

કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ પ્રોડક્ટ ઓફિસર સુમિત ઘોષે મની ભાસ્કર સાથેનાં વાર્તાલાપ દરમિયાન જણાવ્યું કે, દેશી કન્ટેન્ટ બનાવવાવાળા માટે ચિનગારી પહેલાંથી જ એક હોટસ્પોટની જેમ આગળ વધી રહ્યું છે.કુલ 1.6 કરોડ યુઝર્સ ધરાવતી આ એપ ટેલેન્ટેડ મ્યુઝિક  કંપોઝર્સને સારું એવું રીચ આપશે. અમારો ઉદેશ્ય એ જ છે કે, આપણા દેશના ટેલેન્ટને આપણે પ્રમોટ કરીએ.

થોડાં સમયમાં અમે ડાન્સ અને બીજાં ટેલેન્ટ ધરાવતા ક્રિએટર્સને આ પ્લેટફોર્મની મદદથી રૂપિયા કમાવવાની તક આપશું. આ દરમિયાન અમે કન્ટેન્ટ પર ખાસ સંભાળ રાખીશું.અહી ઉલ્લેખનીય છે કે, ટિકટોક પર ક્રિએટર્સ ટેલેન્ટ બતાવીને લાખો રૂપિયાની કમાણી કરતા હતા.તેટલું જ નહિ પરંતુ એપ ડેવલોપર્સે નવું યુએક્સ જાહેર કર્યું છે. આવતા અઠવાડિયાંથી તે લાઈવ થતી જોવાં મળશે. ચિનગારિની ટીમ યુએક્સને યુઝર્સ માટે વધુ ફ્રેન્ડલી બનાવશે.

યુઝર્સ વચ્ચે વધતી જઈ રહેલ ડિમાન્ડને જોઈને આ એપને સતત અપડેટ કરવામાં આવી રહી છે. કંપનીને હાલમાં મોટી સંખ્યામાં કમર્ચારીઓની પણ જરૂરીયાત છે. સુમિતે જણાવતાં કહ્યું હતું કે, હાલમાં અમારી પાસે 25 જ કર્મચારીઓ છે, અમે આ મહિનાના અંતમાં અથવા તો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં કમર્ચારીઓની સંખ્યા વધારીને 100 કરી દઈશું. ચિનગારી એપને ઘણી કંપનીઓમાંથી ફંડિંગ અને ઇન્વેસ્ટર્સની ઓફર પણ મળી રહી છે.

કંપનીનાં મત મુજબ, હાલમાં ચિનગારી એપ ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ-૩ ફ્રી ફેમસ એપમાંની એક છે. એપમાં ફક્ત 25 જ દિવસોમાં 1.6 કરોડથી પણ વધુ નવા યુઝર્સ બન્યા છે. એપના કો-ફાઉન્ડર બિશ્વમાતા નાયકે જણાવતાં કહ્યું કે, હાલમાં અંદાજે 1 કલાકમાં નવા 3 લાખ યુઝર્સ ઉમેરાઈ રહ્યા છે, અને દર કલાકે 2.2 મિલિયન વીડિયો સ્વાઈપ/વ્યૂ રેકોર્ડ કરી રહ્યા છે. આખી ટીમ સતત 24 કલાક મહેનત કરી રહી છે, અને નવા યુઝર્સને પણ સારો અનુભવ થાય તે માટેના પ્રયત્નો પણ ચાલુ જ છે. બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સહિત બીજાં ઘણા લોકોએ સપોર્ટ કર્યો છે, અને એપની સાથે જોડાઈ રહ્યા છે.

ચિનગારી એપ યુઝર્સને પોતાના વીડિયો માટે પોઈન્ટ્સ (પ્રતિ વ્યૂ) મળે છે. ત્યારપછી તેને રૂપિયામાં રિકવર કરી શકાય છે. સમાચાર ફીડ ફેશનમાં વીડિયો અપલોડ કરવા અને કન્ટેન્ટ સર્ચ ઉપરાંત યુઝર્સ નવા લોકોની સાથે વાત પણ કરી શકશે. તેમની સાથે કન્ટેન્ટ શેર પણ કરી શકશો. આ એપ ટ્રેન્ડીંગ ન્યૂઝ, એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ, લવ કોટ્સ અને એ ઉપરાંત ઘણું બધું આપે છે.

ચિનગારી એપનો ઇન્ટરફેસ ટિકટોકની જેમ જ છે, પણ હજુ તેમાં ઘણા સુધારાની જરૂર છે.આ એપ 10 ભાષાને સપોર્ટ કરી શકે છે, જેમાં અંગ્રેજી, હિન્દી, બંગાળી, ગુજરાતી, મરાઠી, કન્નડ, પંજાબી, મલયાલમ, તમિળ અને તેલુગુનો સમાવેશ થાય છે.આ ચિનગારી એપ એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે પણ ઉપલબ્ધ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post