ગાય અને ભેંસનું દૂધ વધારવાની સંપૂર્ણ માહિતી- જાણો વિગતવાર

Share post

દૂધાળા પશુને જે પ્રકારની આદત પાડવામાં આવે એ પ્રકારની આદતથી તેઓ ટેવાયેલાં હોય છે, જેથી દૈનિક દૂધ ઉત્પાદનમાં પણ અવળી અસર ન થાય એવાં પ્રકારની આદત પાડવી ખુબ જ જરૂરી છે. પશુની દેખરેખમાં ઘણાં કાર્યો પ્રત્યે પશુપાલકે ઘણું ધ્યાન રાખવાનું હોય છે જેમ કે પશુને દાણ મૂકવું, ઘાસચારો નીરવો, ચરવા તેમજ ફરવા લઈ જવાં, હાથીયો કરવો, બે વાર દોહન કરવું, કસરત, દિવસમાં 3-4 વખત પાણી પાવું વગેરે.

આ બધાં કાર્યોની માટે ચોક્કસ સમય પણ ફાળવવો તેમજ આપની અનુકૂળતા મુજબ દરરોજ જે-તે સમયે અવશ્ય નિયમિતપણે કાર્યો કરવાં જોઈએ. કોઈક કારણસર પશુપાલકને બહારગામ જવાનું થાય ત્યારે આ કાર્યો નિયમિત સમયે થાય એ માટેની પણ સઘળી વ્યવસ્થા અગાઉથી ગોઠવીને જ જવું જોઈએ.

એક સામાન્ય નિયમ પ્રમાણે તો તમામ જ પશુઓની સાથે માયાળુ વ્યવહાર રાખવો ખુબ જ જરૂરી છે પરંતુ દૂધાળા પશુઓ જેવાં કે ગાય ભેસ બાજુ સવિશેષપણે તથા સભાનપણે ખાસ ધ્યાન રાખીને માયાળુ સ્વભાવથી વર્તાવ કરવો ખુબ જ જરૂરી છે. દૂધાળા પશુનાં દોહન કાર્ય વખતે મોટા અવાજે બોલવું નહિ, પશુને મારવું નહિ આ મુજબ વર્તન રાખવામાં આવશે તો  પણદૂધનાં ઉત્પાદનમાં ઘણો વધારો થશે. પરંતુ આ બાબતોને ધ્યાનમાં ન લેવામાં આવે તો દોહન કાર્ય સમયે દૂધ ઉત્પાદન પર પણ ઘણી માઠી અસર પડશે જેનાંથી દૂધ ઉત્પાદનમાં પણ ઘણો ઘટાડો થશે.

પશુના દૈનિક ખોરાક માટેની જાણકારી :
કુદરત દ્વારા પશુનો ખોરાક ઘાસચારો સર્જવામાં આવ્યો છે પરંતુ આપણે આપણી જરૂરિયાત માટે ગાય-ભેંસને પાળવાથી માંડીને જરૂરી ખોરાક આપવાનાં શરૂ કર્યો ત્યારથી એનાં દૂધનાં ઉત્પાદનમાં પણ ઉત્તરોત્તર અકુદરતી રીતે ખુબ વધારો થયો પરંતુ દૂધ ઉત્પાદનની માટે જે પોષક તત્વોની એને જરૂર રહે છે, એ  ફક્ત ઘાસચારામાંથી જ મળી રહેતાં નથી.

તેથી ઘાસચારાની ઉપરાંત પશુને દાણા પણ આપવું પડે છે. જેથી દૂધાળાં પશુને સારી ગુણવત્તાવાળો ઘાસચારો પેટ ભરાય એટલો આપવો જોઈએ તથા આ ઘાસચારામાંથી જે પોષક તત્વો મળે એ કરતાં વધુ જે તત્વો જોઈએ એ દાણ આપીને પણ પૂરાં પાડવાં જોઈએ. દૂધાળા ગાય-ભેંસને ધાસચારાની ગુણવત્તા પ્રમાણે એમનાં શરીરનાં કુલ 1.5% થી લઈને કુલ 3 % જેટલો સૂકો ઘાસચારો સામાન્ય રીતે આપી શકાઈ છે.

દાણ :
પુખ્ત વયનાં દૂધાળા ગાય-ભેંસને કુલ 2 મુખ્ય હેતુની માટે પોષક તત્વોની ખોરાકની જરૂરીયાત પડે છે. પોષક તત્વો જેવાં કે નત્રીલ પદાર્થ, મેંદાવાળા પદાર્થ, તૈલી પદાર્થ, રેષાવાળા પદાર્થ, ખનીજ ક્ષારો તેમજ પ્રજીવકોની પણ ઘણી જરૂરિયાત રહે છે. જે ઘાસચારામાંથી તેમજ સુમિશ્રિત દાણમાંથી પણ પૂરા પાડવાં જોઈએ. દાણ મુખ્યત્વે કુલ 2 હેતુઓ માટે જ આપવામાં આવે છે.

1. શરીરનાં નિભાવ માટે.

2. દૂધનાં ઉત્પાદનને માટે.

દોહવાની રીતો :
દોહવાની મુખ્ય ત્રણ રીતો છે.

1. અંગૂઠો વાળીને મૂઠીની મદદથી દોહવું :
આ રીતમાં ગાય-ભેંસનાં આંચળને મૂઠીની વચ્ચેથી અંગૂઠાને ઢેકા તેમજ આંગળીઓની વચ્ચે પકડવામાં આવે છે, ત્યારપછી આંચળને દબાવીને મૂઠીને ઉપરથી નીચે સુધી આંચળ ઉપર સરકાવવામાં આવે છે. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે. આ રીતે દોહવાથી આંચળ ઉપર ખુબ જ ઘર્ષણ થાય છે.

ઘણીવાર તો નખ વાગવાથી આંચળને ઈજા પણ થાય છે તેમજ આંચળ નબળા પણ થઈ જાય છે તેમજ બોટલ આકારનાં પણ થઈ જાય છે. જેથી પશુને માઈટીસ રોગ લાગુ પડે છે તેમજ આંચળ ગુમાવવો પડે છે. આ કારણે આ રીત વાપરવી એ જરાયપણ ઇચ્છનીય રહેતી નથી.

2. આંગળીઓ અને હથેળીની મદદથી દોહવાની રીત :
આ રીતથી દોહતી વખતે આંચળને હથેળીની વચ્ચે પકડવામાં આવે છે તથા મૂઠી ઉઘાડ બંધ કરીને ઝડપથી ઉપરથી નીચેની બાજુ દબાણ આપીને આંચળને નીચોવવામાં આવે છે એટલે કે વારંવાર મૂઠી ઉઘાડ બંધ કરીને આગળ વધુ પડતાં ખેંચ્યા વગર જ દોહવામાં આવે છે. આ રીતમાં મૂઠીને આંચળ પર સરકવી ન પડતી હોવાંથી ઘર્ષણ પણ ખુબ જ ઓછું લાગે છે તેમજ આંચળને પણ કોઈ ઈજા પહોંચતી નથી. આ માટે દોહવાની ઉત્તમ રીત છે.

3. ચપટીથી દોહવાની રીત
સૌપ્રથમ કુલ 2 આંગળી તેમજ અંગૂઠાની વચ્ચે આંચળ પકડીને દોહવામાં આવે છે.  ખુબ જ નાના આંચળવાળા પશુઓ અને પહેલ વેતરી ગાય-ભેંસને અન્ય રીતથી દોહી શકાતાં નથી જેથી આ રીતે દોહવું પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post